________________ પંચમ પલ્લવ. 183 તૈલ મર્દન કરાવ્યું, પીઠી વિગેરે ગેળાવીને સ્નાન કર્યું, શરીરની સારી રીતે સુશ્રુષા કરી. સ્નાન કર્યા પછી ચંદનાદિકવડે શરીર " ઉપર વિલેપન કર્યું, અને સારા વર્ણવાળા સુકોમળ વસ્ત્રો પહેર્યો. ત્યાર પછી બહુમાનપૂર્વક વિવિધ પ્રકારની સામગ્રીયુક્ત રસવતીઓ વડે ભજન કર્યું પછી શ્રેષ્ઠીએ સેનાને સિંહાસન ઉપર બેસાડી પાંચ પ્રકારની સુગધીવાળું તાંબુળ આપ્યું. આ પ્રમાણે વિવિધ સામગ્રીવડે ઉપચરિત થયા પછી શ્રેણી અંજળી જોડી વિનયપૂર્વક તેમની પાસે બેસી આ પ્રમાણે કહેવા લાગે કે બહે સૌમ્ય ! હે સુંદર કૃતિવાળા શ્રેષિન ! તમારા અંત અભૂત ગુણવડે તમારા વંશની ગૌરવતા સ્પષ્ટ જણાઈ આવે છે. કહ્યું છે કે “આચાર જ કુને સ્પષ્ટ બતાવે છે. તેથી મારા જીવનરૂપી વનને ફળ અને કુસુમરૂપી લક્ષ્મી દેનાર તમને કુસુમશ્રી નામની મારી કન્યા આપીને હું તમારે કાંઈક અનુણી થવાની ઈચ્છા રાખું છું; માટે એ કુસુમશ્રી નામની કન્યાનું આપ પાણિગ્રહણ કરે, કે જેમ કરવાથી વરસાદની ધારાવડે કદંબ પુષ્પ જેમ પ્રકૃલ્લિત થાય તેમ તમારી રાહણેચ્છારૂપી ધારાવડે મારૂં મનરૂપી પુષ્પ પણ વિકસ્વર થાય.” આ પ્રમાણેની હિતકારી, સાચી અને પિતાની રૂચિને અનુકૂળ એવી તે શ્રેણીની વાણી સાંભળીને ધન્યકુમારે તે વાત કબુલ કરી પછી શ્રેષ્ઠીએ કેમ અને ચોખાનો ઘોળ કરીને સમશ્રીને દેવારૂપ–તેને વેવિશાળની પ્રતિજ્ઞા દર્શાવનાર અખંડ અક્ષતવડે ધન્યકુમારને તીલક કર્યું. આ પ્રમાણે સુસંબંધ થવાથી શ્રેષ્ઠીએ અતિશય આગ્રહ અને માનપૂર્વક સ્વગૃહમાં રહેવાની વિનંતિ કરી, પણ સ્વમાન જાળવવામાં કુશળ એવા ધન્યકુ. મારે એકત્ર વસવાથી ભવિષ્યમાં કઈ વખત માનહાનિનું કારણ