________________ 182 ધન્યકુમાર ચરિત્ર. જોયા. સમગ્ર વિશ્વના સર્વ મનુષ્ય કરતાં અદ્ભુત અને અખંડ સૌભાગ્યના ભાજનરૂપ, અતિ દેદીપ્યમાન કાંતિ તથા શરીવાળા, 'સર્વ લક્ષણેથી યુક્ત, ગુણની વૃદ્ધિ કરે તેવા, અને સિદ્ધ પુરૂષની આકૃતિવાળા તે ધન્યકુમારને જઇને શ્રેષ્ઠી વિચાર કરવા લાગે કે-“ખરેખર, આ ભાગ્યશાળી પુરૂષના પ્રભાવવડે જ મારું આ શુષ્ક વન પલ્લવિત થઈ ગયું છે, શું ચંદ્રના ઉદય વિના સમુદ્રના પાણીને ઉલ્લાસ કદિ થાય છે ?' આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર કરીને વિચક્ષણ પુરૂષોમાં અગ્રેસર તે શ્રેષ્ઠી ઉછું ખલપણા રહિત અને ધૈર્યવાન ધન્યકુમારને આગમન સંબંધી કુશળ ક્ષેમ પૂછવા લાગે. પછી કહ્યું કે-“હે સજજનાવર્તસ ! સજજન શિરોમણિ! આપનાં પધારવાથી જડરૂપ અને નિર્જીવ થઈ ગયેલું 2 આ મારું વન તમારા આગમનથી તેને થયેલ હર્ષ પ્રદર્શિત કરવાના મિષે નવપલ્લવિત અને પુષ્પાયમાન થઈ ગયું છે. અને હું પણ તમારા દર્શનરૂપી અમૃતના સિંચનથી મન અને નયનેમાં નવપલ્લવિત થયે છું; સારાંશ કે તમારા દશનામૃતથી મારાં નયન - સફળ થયાં છે અને મન બહુ ઉલ્લાસાયમાન થયું છે. અમારા પૂર્વે ઉપાર્જન કરેલા પ્રબળ પુદયના યુગથી જ મારવાડમાં કલ્પવૃક્ષની જેમ તમારા દર્શનને અમને લાભ થયો છે એમ મને લાગે છે. હવે હું સૌભાગ્યશેખર ! સૌભાગ્યવંતેમાં અગ્રણી કૃપા કરીને મારે ઘરે પધારવાની કૃપા કરે, એટલે પ્રયાસ , ( અને મારા મને રથની પૂર્તિ કરે."" (આ પ્રમાણે કુસુમપાને શ્રેણીને આગ્રહ થવાથી ધન્યકુમાર તે શ્રેષ્ઠીને ઘેર ગયા. “માણેક પિતાના ગુણેવડે જ્યાં જાય ત્યાં માન પૂજા પ્રાપ્ત કરે છે.' કુસુમપળે શ્રેણીને ઘેર જઈને ધન્યમારે