________________ 184 ધન્યકુમાર ચરિત્ર. ઉત્પન્ન થવાનો સંભવ છે એમ હૃદયમાં વિચારી એક સુંદર મકાન ભાડે લઈને ત્યાં રહેવાનું કર્યું. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે - 1. मित्रस्याऽप्यपरस्यात्र, समीपे स्थिति मा वहन् / कलावानपि निःश्रीको, जायते लघुतास्पदम् / / મિત્ર અગર બીજા કેઈની પણ સમીપે રહેવાથી કળાવાનું એ પણ મનુષ્ય શેભા વગરને અને લધુતાના સ્થાનકરૂપ થઈ જાય છે.” * ગંગાદેવીએ આપેલ ચિંતામણિ રત્નના પ્રભાવવડે જેમ જેમ વ્યાપાર, ધન, તથા કિર્તિમાં ધન્યકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો, તેમ - તેમ ફળવાળા વૃક્ષોને જેમ પક્ષીઓ આશ્રય લે, તેમ અનેક માણસે તેને આશ્રય લેવા લાગ્યા. હવે કુસુમપાળ શ્રેણીએ લગ્નની તૈયારી કરી. ઉત્તમ માસ, તિથિ, નક્ષત્ર અને દિવસ જેવરાવ્યા અને થોડા દિવસમાં જ ઘણી સામગ્રી તૈયાર કરાવીને મેટા મહેસવપૂર્વક કુસુમશ્રીના લગ્ન કરવાની પ્રવૃત્તિ કરી. ધન્યકુમારે પણ પિતાના ગૃહને શોભાવે તેવી જાતની પ્રવૃત્તિઓ કરી. પાણિગ્રહણના દિવસે કુસુમપાળ શ્રેણીએ વિધિપૂર્વક બહુ મૂલ્યવાળા મણિ અને ખેતી વિગેરે ઉત્તમ વસ્તુઓના દાનપૂર્વક કુસુમથી કન્યાનું ધન્યકુમાર સાથે લગ્ન કર્યું. ધન્યકુમાર પણ કુસુમશ્રીને પરણીને શિવ પાર્વતીની સાથે તથા વિષ્ણુ લક્ષ્મીની સાથે જેમ ભેગ ભેગવે તેવી રીતે ઉત્તમ શરીરકાંતિવાળી પત્ની સાથે પુણ્યથી પ્રાપ્ત થયેલા પચે પ્રકારના ઈદ્રિયજન્ય વિષય સુખ ભેગવત સુખે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. 1 મિત્રને અર્થ સૂર્ય કરીએ તે સૂર્યની પાસે રહેનાર ચંદ્રમા શેભા વિનાને અને કળારહિત થઈ જાય છે તે પણ આ કલેકને ભાવાર્થ છે.