________________ ચતુર્થ પલ્લવ. 177 ધીમે ધીમે રાજગૃહી તરફ ચાલ્યા. ભાગ્યશાળી અને દાનાદિકથી જેને યશ વિસ્તાર પામે છે તે ધન્યમાર દેશાંતરમાં ભમતે ભમતો પૂર્વે આપેલ દાનની ફળથી પ્રાપ્ત થયેલ ચિંતામણિ રત્નદ્વારા સકળ ભેગસામગ્રી સુખે સુખે અનુભવતે અનુક્રમે મગધ દેશમાં આવે. હે ભવ્યજન! જે તમને સુખ મેળવવાની ઉત્કટ ઈચ્છા વર્તતી હેય તે શ્રી જિનેશ્વર કથિત જિન કિર્તિત) દાનધર્મમાં વિશેષ પ્રીતિ અને આદર કરજો, કે જેથી તમારા સર્વ મને રથો સિદ્ધ થશે. ઇતિ આચાર્યશ્રી જિનકીર્તસૂરિ વિરચિત પઘબંધ શ્રી દાનકલ્પદ્રુમ ઉપરથી રચેલા ગધબંધ શ્રી ધન્યચરિત્રના ચતુર્થ પલ્લવનું ગુજરાતી ભાષાંતર. 23