________________ 176 ધન્યકુમાર ચરિત્ર. શિરોમણિ આ ત્રણ જગતમાં તુંજ ખરેખરે ધન્ય છે. મારા જેવી દેવાંગનાએ દેખાડેલા હાવભાવથી તૂ જરા પણ ભાયમાન થે નથી. હે વીરેંદ્ર! અતિ ઉત્કટ અને વિકટ એવા કામદેવના સૈન્ય સાથેના યુદ્ધમાં અનેક પ્રકારના વિષયલાલસારૂપી શસ્ત્રોને તારા ઉપર પ્રપાત થયે છે, છતાં જરાપણ ક્ષોભાયા વગર તું કામ દેવના લકર ઉપર વિજ્ય મેળવનાર થે છે. તેથી તુંજ ખરેખર મહાદ્ધ છે. સદાચારી પુરૂષના પણ મસ્તક પર શોભે તેવા હે પુરૂષ રત્ન! બહુ રત્ના વસુંધરા” એવું જે વાક્ય બોલાય છે તે તારી જેવા પુરૂષવડેજ સત્ય ઠરે છે. તે નિષ્પાપ! ધમિક પુરૂષ માં શિરેમણિ! હું પણ તારા દર્શનથી આજે પવિત્ર થઈ છું. હે ઉત્તમ તના જાણનારા ! આ લેક અને પરલેક ઉભયમાં ન માપી શકાય તેવું સુખ આપનાર ધર્મરત્ન તેં મને આપ્યું છે, હવે તેના બદલામાં કેટલાં રને હું તને આપું કે જેથી તારા આ ત્રણમાંથી હું મુક્ત થઈ શકું?કોઈ પણ રીતે અનુણી થાઉં તેમ મને તે લાગતું નથી, તે પણ આ એક ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર, અને તે ગ્રહણ કરીને મારા ઉપર એટલી કૃપા બતાવ. જે કે તારા કરેલા ઉપકારને તે એક કરોડમાં ભાગે પણ બદલે આ રત્નથી વળી શકે તેમ નથી, પરંતુ અતિથિની પરોણાગત તે પિતાના ગૃહ પ્રમાણેજ થાય છે તેથી હે કૃપાનિધિ! કૃપા કરીને તું આ ગ્રહણ કર.” આ પ્રમાણેના તેના અતિ આ ગ્રહથી ધન્યમારે ચિંતામણિ રને તેની પાસેથી લીધું અને લુગડાને છેડે ગાંઠ બાંધીને રાખ્યું. ત્યાર પછી ધર્મને રંગ લાગવાથી બહુ બહુ પ્રકારે ધન્યકુમારની સ્તુતિ કરીને ગંગાદેવી થાનકે ગઈ. લીધેલ વ્રતમાં દ્રઢ ચિત્તવાળો ધન્યકુમાર પણ