________________ ચતુર્થ પલ્લવ. 175 - સુખના આસેવનનું ફળ છે? કામગને વિષે આસક્તિ જેઓ રાખે છે તેઓ તે નરક અને તિર્યંચ ગતિમાંજ ઉત્પન્ન થાય છે, વળી હેશુભ ગાત્રવાળી ! તમારૂં વૈક્રિય શરીરના પરમાણુઓથી બનેલું શરીર અતિ શુદ્ધ અને સ્વચ્છ છે, અને મારું શરીર તે ઔદારિક પરમાણુના સમૂહનું બનેલ હેવાથી હમેશાં અનેક પ્રકારને મળ, મૂત્ર, રૂધિર, હાડકાં વિગેરેથી ભરેલું છે, અને દુર્ગધી તેમજ નિંદવા લાયક છે. આવા બે શરીરને સંગ કરે તે શું રેગ્ય છે? તેટલા માટે હે માતા ગંગાદેવી ! સદાચારરૂપી અંકુરે ઉગાડવાને મેઘમાળા સમાન–વરસાદની ધારા તુલ્ય રાગ દ્વેષ રહિત તમારું મન કરીને વિતરાગ પ્રભુ—જિનેંદ્ર ભગવાનનું તમે મરણ કરે, જેથી તમારું પરમ કલ્યાણ થાય. કહ્યું પણ છે કે—ધર્મ કાર્ય તે હમેશાં ઉદ્યમવંતા થઈને ત્વરાથી કરવું, અને અધર્મ કાર્ય ઉત્તમ પુરૂએ હમેશાં હસ્તીની આંખના મીલનાનુસાર કરવું. હસ્તીની માફક આંખ મીચીજ રાખવી ઉઘાડવી નહિ–આળસુ થવું–અધર્મના કાર્ય સમયે સઘત ન રહેવું, કેમકે દેવતાઓ પણ ગયેલ આયુષ્ય પાછું લાવવા સમર્થ નથી. આ પ્રમાણેને અમૃતતુલ્ય સુખલક્ષ્મીના સંદેશારૂપ ધન્યકુમારને ઉપદેશ સાંભળી ગંગાદેવીના ચિત્તમાંથી તેના ઉપરને રાગ દૂર થયે, અને તે બોલી કે–“મારા ચિત્તમાં ઉત્પન્ન થયેલા રાગરૂપી દાવાનળને શમાવવામાં વરસાદ સમાન છે ધીર! તું લાંબે વખત આનંદ અનુભવ–ભગવ. મારા મેહરૂપી અંધકારનો સંહાર કરનાર હે પ્રતાપી સૂર્ય! તું લાંબે વખત જયવતે વર્ત. સર્વ ઉત્કર્ષો તને પ્રાપ્ત થાઓ. નિષ્કામી પુરૂષમાં પણ