________________ 174 ધન્યકુમાર ચરિત્ર. શના રંગની જેમ તરલ છે–ક્ષણ વિનાશી છે, વળી મનુષ્યનું આયુષ્ય વાયુની માફક અસ્થિર છે. વાયુ તે ક્રિયાવિશેષવડે અગર દ્રના પ્રવેગથી સ્થિર કરી શકાય છે, પણ ગુટેલ આયુષ્ય સ્થિર થઈ શકતું નથી. વળી ભેગની વૃદ્ધિ-તેમાં વિશેષ આસક્તિ નવા ઉત્પન્ન થયેલા રેગની માફક ઉગ કરનારજ થાય છે. તે સંબંધમાં કહ્યું છે કે - भोगे रोगभयं सुखे क्षयभयं वित्तेऽग्निभूभृद्भयं, दास्ये स्वामिभयं गुणे खलभयं वंशे कुयोषिद् भयम् / माने म्लानिभयं बले रिपुभयं देहे कृतान्ताद् भयम्, सर्व वस्तु भयाऽन्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् / / ભેગને વિષે રોગને ભય છે, સુખમાં તેના નાશને ભય છે, ધનમાં અગ્નિ અને રાજાને ભય છે, દાસપણામાં શેઠને ભય છે, ગુણમાં દુષ્ટ પુરૂષને ભય છે, વંશમાં હલકી સ્ત્રીને ભય છે, માનઆબરૂમાં તેની મલિનતા થવાને ભય છે, બળમાં દુશમનને ભય છે અને શરીરમાં યમને ભય છે. આ દુનિયામાં મનુષ્યને મળતી સર્વ વસ્તુઓ, ભયથી ભરેલી છે, ફક્ત વૈરાગ્ય જ એક એવી વસ્તુ છે કે જે ભયરહિત છે.” આ પ્રકારે સામાન્યથી પણ કામગ–વિષયવિલાસ અને તિશય દુઃખના હેતુભૂત થાય છે, તે પછી વઘારેલા વિષની જેવા ભવભ્રમણના જ એકાંત હેતુભૂત એવા પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલા વિષયવિકારો તે અતિશય દુઃખના કારણે થાય તેમાં કહેવું જ શું? હે દેવી! તમે પણ મનને સ્થિર કરીને વિચારે, કે તમને જે આ દિવ્ય શક્તિ તથા અતિશય સુખસામગ્રી વિગેરે - મળ્યા છે તે કામગના ત્યાગના ફળરૂપ છે કે કામગ-વિષય