________________ 178 ધન્યકુમાર ચરિત્ર. પંચમ પલ્લવ. દારતા યુક્ત મુખવાળે ધન્યકુમાર મગધ દેશમાં પ્રવેશીને પૃથ્વી, ધન અને ધાન્ય વિગેરે વસ્તુઓથી સમૃદ્ધ એવા મગધના લેકને સ્તુતિ કરનારાની પ્ર સન્ન દષ્ટિવડે કૃતાર્થ કરવા લાગે. મગધ દેશમાં ફરતો ફરતે ધન્યકુમાર અનુક્રમે ન જીતી શકાય તેવી ચતુરાઈ વાળા સુરગુરૂની જેમ ઉચ્ચપદ પ્રાપ્તિની ઇચ્છાથી રાજગૃહી ન તરીમાં આવ્યું. રાજગૃહી નગરી કેવી છે? તેનું વર્ણન આ પ્રમાણે - રાજગૃહી નગરીમાં રૂપિવડે મનહર અને મકાનની ભીંતોમાં રહેલા મણિરત્નની કાંતિથી દેવવિમાનની પણ હાંસી કરે તેવા વ્યવહારીઆઓના ગૃહ શેભે છે; વળી તે નગરીમાં સૂર્યકાન્ત રત્નોથી બનાવેલ અને ચંદ્રકાંત મણિના કાંગરાવાળો કિલ્લે સૂર્ય અને 2 ચંદ્રના ઉદય વખતે તે કિલ્લાની ફરતી કરેલી ખાઇના પાણીનું શોષણ અને પિષણ કરે છે. વળી સમસ્ત પ્રકારની લક્ષ્મીના સમૂહથી ભરેલા અને તેના વડે શોભતા મણિમય ઉંચા પ્રસંગે વિમાનમાંથી બધે સાર (ભાર–લક્ષ્મીરૂપી હરણ કરી લેવાથી - લધુતા પામી જવાને લીધે વાયુએ બધા વિમાનને આકાશમાં જાણે કે ઉડાડી દીધા ન હોય તેવા ઉત્તમ પ્રાસાદથી તે રાજગૃહી નગરી શોભી રહી છે. વળી તે નગરીમાં રત્નમય ગૃહાંગણમાં અને ઉત્તમ રત્નવાળા તેરમાં પ્રતિબિંબીત થયેલા મયુરને ક્રીડા