________________ 156 ધન્યકુમાર ચરિત્ર. શ્રી અરિહંત ભગવાનના શાસનનું પ્રતિપાલન કરવાથી તમે બાંધેલાં પાપ કરતાં પણ મેટાં પાપ છુટી જાય છે, અને મોક્ષ મળે છે. આટલી વાતે થયા પછી સુનન્દાને એક વાત ફુરી આવી. તેણે પૂછયું કે હે સ્વામી ! મારે માટે દુઃખી થતે રૂપસેનને જીવ મૃગભવમાંથી ચ્યવી ક્યાં ઉત્પન્ન થયેલ છે. સાધુએ કહ્યું કેવિધ્યાટવીમાં આવેલા સુગ્રામ નામના ગામની સીમા પાસે આવેલા જંગલમાં હાથણીને પેટે હાથી પણે ઉત્પન્ન થયે છે.” સુનન્દાએ પૂછયું કે, “સ્વામી ! તેને ઉદ્ધાર થઈ શકશે ખરે ?' મુનિએ કહ્યું કે--તમારે મેઢેથી પિતાના સાત ભવની વાત સાંભળી તેને જાતિ મરણ થશે, એટલે તમારાથી ધર્મ પ્રાપ્ત કરી, તપ કરતાં સમાધિથી મૃત્યુ પામી, સહસ્ત્રાર દેવલેકમાં દેવપણે ઉત્પન થશે. હવે દીક્ષા લઇ તારે ભવ સફળ કર.” સુનન્દાએ રાજાને કહ્યું કે--સ્વામિન ! જાતિ, કુળ, ધર્મ તથા નીતિથી વિરૂદ્ધ આચરણ કરીને પાપમાં દટાઈ ગયેલી, કુલટા, કુકર્મ કરવામાં તત્પર તથા નિલજ એવી મને કૃપા કરીને જે આપ આજ્ઞા આપે તે હું દીક્ષા લઇને ભવ તરી જાઉં.' રાજાએ કહ્યું કે- “સુંદરી! બધા કમને વશ હેવાથી તે ઉદયમાં આવતાં ન કરવાનું કરી નાખે છે અને અન્ય કરીને જન્મ, જરા, મરણ તથા રંગથી ભરપૂર નરક તિર્યંચ વિગેરે ચારે ગતિરૂપ ગંભીર સંસારમાં રખડવા માંડે છે. આ બીક તે બધાની આગળ ખડીજ હોય છે. જયાં સુધી ગૃહમાં-સંસારમાં મનુષ્ય રહે ત્યાંસુધી નિર્દોષતા તે ક્યાંથી જ સંભવે? હું પણ નારકીમાં લઈ જનાર આ રાજ્યને છોડીને સંયમ લેવા આતુર થઈ ગયો છું;