________________ ચતુર્થ પલ્લવ. 155 પણ બને છે. ગમે તે માણસ મરીને વેશ્યા, વાઘ, હરણ, મસ્ય ગમે તે બને છે. બધી જાતના છે સાથે સંબંધમાં આવી શકે છે. દરેક જીવને એક એક જીવ સાથે હજારે વાર આગળ સંબંધ થે હોય છે તેમાં ખાસ નિયમ જેવું કાંઈ પણ નથી. રાશી લાખ છવાનીમાંથી સર્વ જાતિમાં અને સર્વ જગ્યાએ અનન્ત વાર આ જીવ જન્મ મરણ પામ્યા છે, તેમાંની એક પણ જાતિ બાકી નહિ રહી ગઈ હોય કે જેની અંદર આ જીવ જઈ આવ્યું ન હેય. હવે પછી પણ જો તમે દીક્ષા નહિ લે તે સંસારમાં ભમ્યા કરવું જ પડશે. રાજયસુખ તે શરદરૂતુના વાદળાં જેવું ચંચળ છે. જિનેશ્વર ભગવાને સંસારનું સ્વરૂપ આવું ભાખ્યું છે. હવે તમને જે ગ્ય લાગે તે કરો.” મુનિરાજની દેશના સાંભળી પાસે બેઠેલા સર્વ માસે વૈરાગ્ય પામ્યા. રાજા પોતે ઉઠી મુનિના ચરણમાં પડી કહેવા લાગે કે-“હે મુનિરાજ ! તમે નિષ્કારણ ઉપકાર કરવાવાળા છે, તમે દયાના ભંડાર, અનાથના બેલી, સમતારૂપી નદીના નાથ(સમુદ્ર) છે. આ અગાધ સંસારમાં ડુબતા અમારી જેવા ને આપ આપના આગમનથી સહજ વારમાં તારી શકે છે. હવે આ સંસારના દુષ્ટ્રમાંથી અમારે ઉદ્ધાર થશે. જે આપનું આગમન થયું હેત તે અમારી શી દશા થાત?” સુનન્દા પણ અશ્રુ સારતી, સાધુને નમસ્કાર કરતી, પ્રાર્થના કરવા લાગી કે હે દયાના ભંડાર હું દુર્ભાગી, કુકર્મ કરવામાં તત્પર તથા બહુ પાપથી ભરેલી હોવાથી મારી શી દશા થશે? આટલા મોટા પાપનું પ્રાયશ્ચિત્ત મને કઈ રીતે મળી શકશે? કૃપા કરીને આપ મને કાંઈ માગે સુજાડે.” મુનિએ કહ્યું કે હે ભદ્રે ! ચારિત્ર ગ્રહણ કરવાથી તથા