________________ ચતુર્થ પલ્લવ. 157 તેથી જેને જેને સંસારથી ભય લાગતું હોય તે બધાને સુખેથી દિીક્ષા સ્વીકારવા મારી આજ્ઞા છે. જે જે દીક્ષા લેશે તે સર્વને મારા પ્રશંસનીય શૂરવીર અને અર્થ સાધવામાં તત્પર સંબંધીઓ જાણવા. રાજાનું આવું કથન સાંભળી બીજા સભ્યએ ઉભા થઈ રાજાને કહ્યું કે–આપની સાથે અમે પણ ચારિત્ર ગ્રહણ કરશું: સ્વામીને અનુસરવું એ સેવકની ફરજ છે, માટે તે ફરજ અદા કરીને અમે કૃતાર્થ થશું.' તેમનાં આવાં વચન સાંભળી રાજાએ ખુશી થઈને મુનિને કહ્યું કે “સ્વામિન ! મારે હજુ લેકવ્યવહારને અનુસરીને મારૂં રાજય મારા પુત્રને સોંપવાનું છે, તેથી તેને રાજય ભળાવીને હું તમારી પાસે ચારિત્ર ગ્રહણ કરીશ; માટે મારા મનના મને પૂર્ણ કરવાને આપકૃપા કરી નગરના ઉદ્યાનમાં બે દિવસ આરામ કરે.” મુનિએ કહ્યું કે–“રાજન ! જે તમારી આવીજ ઈચ્છા છે તે અહિંથી બે યોજન દુર અમારા ગુરૂ ઉતરેલા છે, ત્યાં આવીને તમે તમારી ઈચ્છા પૂર્ણ કરે છે. ગુરૂની આજ્ઞા સિવાય અમારાથી અહીં વધારે રહી શકાય નહીં. આમ કહી તે બન્ને મુનિઓ ગુરૂ પાસે ગયા. રાજાએ ઘરે આવી પુત્રને રાજય આપ્યું. યોગ્ય વ્યવસ્થા કરી. પછી તે પુત્ર પરિકર સાથે ગુરૂ પાસે આવી પિતાના પિતાને દીક્ષા આપવાની વિનયપૂર્વક પ્રાર્થના કરી. પ્રથમ ગયેલા મુનિઓ પાસેથી બધી હકીક્ત જાણેલી હોવાથી ગુરૂજીએ તેની પ્રશંસા કરી, અને તેને તથા ભવથી ઉદ્વિગ્ન થયેલ સુનન્દા વિગેરેને દીક્ષા આપી. હવે રાજાએ ઉત્કટ ભાવથી તથા હપૂર્વક પિતાની શક્તિ