________________ ચતુર્થ પલ્લવ. 149 વરા થયેલે જીવ તેની તૃપ્તિ માટે શું શું નથી કરતે? માટેજ आत्मभूपतिरयं सनातनः, पीतमोहमदिराविमोहितः / किंकरस्य मनसोऽपि किंकरैरिन्द्रियैरहह ! किंकरीकृतः / / આ જીવ મૂળથી તે પિતાને રાજા છે, પરંતુ મોહમદિરા પીવાથી મનરૂપી સેવકની પણ સેવક એવી ઇંદ્રિયેને ગુલામ થઇ બેઠે છે. સંસારના જ્ઞાન વગરને જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય નેગ વિગેરેથી પ્રેરાઈને ઇન્દ્રિયના સુખેથી બંધાઈ અઢારે પાપથાનકે સેવે છે. ક્યો રસ્તો પકડે ઉચિત ગણાય તે સંબંધી જ્ઞાન વિનાને પ્રાણી હઠથી ભ્રમણ કર્યા કરે તેમાં આશ્ચર્ય પણ શું? કેમકે જેવું કરે તેવું પામે; પણ વધારે આશ્ચર્ય જેવું તે એ છે કે કુકર્મો કરવાથી જે પાપ થાય છે તેના કરતાં પણ કુકમેના ચિન્તન માત્રથી કરેલ પાપને પરિણામે ઘણીવાર માણસ વધારે દુઃખી થાય છે. જ્ઞાન દ્વારા આ વાત પ્રત્યક્ષ જેવાથી અમે માથું ધુણાવ્યું હતું, બીજું કાંઈ કારણ નહતું.’ આમ કહી મુનિ અટક્યા, એટલે રાજાએ પૂછયું કે-અપરાધ કરવાથી થાય તેના કરતાં પણ ઘણીવાર માણસ મરથ માત્રથી વધારે દુઃખી થાય છે તેવું જેને માટે આપે જ્ઞાનથી જોયું તે જીવ કેપ્સ છે? અને કઈ રીતે ફક્ત કુકર્મોનું ચિંતવન કરવા માત્રથી તે વધારે દુ:ખી થયે છે? તે દયા કરી આપ અમને જણાવે કે જેથી મારી જેવા અજ્ઞાની ઉપર કાંઈક ઉપકાર થાય. મુનિએ કહ્યું-“રાજન ! વિષય કષાયને વશ છે દુનિયામાં જે જોતા નથી, સાંભળતા નથી તથા અનુભવતા નથી તેનું ફક્ત ચિંતવન કરવા માત્રથી દુર્બાન કરી નિગોદ રૂપી મહા દુખસમુદ્રમાં પડે છે. કંઈ ખરાબ કૃત્ય કરતા નથી, પરંતુ વિષય, કષાયયુક્ત માત્ર