________________ 148 ધન્યકુમાર ચરિત્ર. તેનો સ્વાદ મેળવીને ફરી ફરી તેની પ્રસંશા કરવા લાગ્યા કે–' આ માંસ તે બહુ સ્વાદિષ્ટ નિકળ્યું. આગળ બહુ વાર માંસ ખાધું હતું પણ આની આગળ તે રદ છે. આ સમયે તેમના ભાગ્યમે ત્યાં આગળ બે મુનિઓ આવી ચડ્યા. માર્ગે ચાલ્યા જતાં આ અગ્ય દશ્ય જોઈ એક મુનિએ જ્ઞાનના ઉપગથી આગળ બની ગયેલ બનાવ જાણી લઈબીજા મુનિને કહ્યું કે–નિરર્થક કરેલાં કર્મોનાં ફળનું બળ તે જુઓ. આ હરણ (રૂપાસેનને જીવ) કેવળ મનના વિચારે તથા કલ્પનાઓથી જ કમબંધ કરી મન, વચન તથા કાયાના વેગથી હેરાન હેરાન થઈ ભવ ભવ રખડવા છતાં પિતાના કર્મોની નિર્જરા કર્યા સિવાય અકાળે મરણ પામે છે. જે સ્ત્રી માટે તે બિચારો ભવ વર્ણવી ન શકાય તેવા દુઃખે સહન કરે છે, તે જ સ્ત્રી હર્ષથી તેનું માંસ ખાય છે. અસાર સંસારના આવા સંગે તથા બંધનેને ધિક્કાર છે.” આમ બેલી માથું ધુણાવતા તે મુનિ આગળ ચાલ્યા. આ સર્વ બનાવ બારણે પાસે બેઠેલા દંપતિએ છે. તે જોઇને રાજાએ મુનિને બોલાવીને પૂછ્યું કે હે મુનિ ! તમે માથું ધુણાવ્યું તે અમને માંસ ખાતા જોઈ દુગચ્છા આવવાથી કે તે સિવાય બીજો કોઈ હેતુ છે ખરે? અમારા કુળમાં માંસ ખાવાની તે પરંપરાની પ્રવૃત્તિ છે. તમારી જેવા મોટા માણસે કાંઈ નિમિત્ત સિવાય માથું ધુણાવે અથવા નિંદા કરે તે બનવ ગ્ય નથી. માટે હું પૂછું છું કે શા કારણથી આપે માથું ધુણાવ્યું? મુનિએ કહ્યું કે હે રાજન ! માંસભક્ષણ કરવું તે અમારા કુળની પ્રવૃત્તિ છે તેમ જે તમે કહ્યું છે તે અમારા પણ ધ્યાનમાં છે. જિનવાણીથી અજ્ઞાત, અનાદિ કાળથી વિચિત્ર સ્વભાવવાળ તથા ઈદ્રિયને