________________ ચતુર્થ પલ્લવ. 147 માફક સ્થિર એક ધ્યાનથી સાંભળતા તેઓ ઉભા હતા. તેઓની અંદર હરણપણે ઉત્પન્ન થયેલે રૂપસેનને જીવ પણ હતા. આમ તેમ ભમતા તે હરણની દષ્ટિ ઘોડા ઉપર બેઠેલી સુનન્દા ઉપર પડી, એટલે તેના ઉપર તેને મોહ થઈ આવ્યું. તેને દેખતાંજ તે હરણ મેહમાં અંધ બની ગયે અને હર્ષથી નાચાનાચ કરતા ફરી ફરીને એક દષ્ટિએ તેના સામુંજ નિહાળવા લાગ્યું. આ સમયે સેવકોએ ગાન બંધ કર્યું, એટલે બધા હરણે જુદી જુદી દિશાઓ તરફ નાસવા લાગ્યા, પરંતુ રૂપસેનને જીવ હર્ષથી ભરાચેલ મને ત્યાંજ ઉભે રહ્યો. રાજા તેની આવી દશા જોઈ રાણીને હોય તેમ લાગે છે; ગાયન બંધ થતાં બધા હરણે નાશી ગયા, પણ આ હરણ ફરીને ગવાવાની આશાએ ઉમે રહ્યો જણાય છે. આ હરણ ભર જુવાનીમાં હોવાથી પુષ્કળ માંસવાળે છે, એટલે તેનું માંસ બહુ સ્વાદવાળું લાગશે.” આમ બેલી બાણને કાન સુધી ખેંચી તેના ઉપર છેડ્યું, તેથી તે હરણ હણાઈને તરતજ જમીન ઉપર પડ્યો અને એક ક્ષણમાં જ ત્યાંથી મારી વિંધ્યાદ્રિમાં કોઈ હાથણીને પેટે હાથીપણે ઉત્પન્ન થયે. * રાજા તે હરણના શરીરને ઉપડાવી પિતાને સુંદર આવાસમાં આવ્યું. ત્યાં રસોયાને હૂકમ કર્યો કે-આનું માંસ બરાબર પકાવજો, સુંદર સુંદર મસાલા ભેળવી તેને સ્વાદિષ્ટ બનાવજો.' સેવકએ રાજાની આજ્ઞાનુસાર સુંદર મસાલાઓમાં મેળવી, ઘીથી તેને તર કરી, માંસને પાક બનાવી સેનાના વાસણમાં ભરીને રાજાની આગળ લાવીને મૂક્યું. એટલે બધાને ગ્યતા પ્રમાણે વહેંચી આપી રાજા રાણી બને તે ખાવા લાગ્યા, અને