________________ 150 ધન્યકુમાર ચરિત્ર. કલ્પનાઓ કરી પરંપરાઓ અનંત કાળ સુધી વધ, બંધન, તાડન, તાપ, છેદન, ભેદન વિગેરે એવાં એવાં દુઃખ અનુભવે છે કે તેનું વર્ણન જ્ઞાનીઓથી પણ કરી શકાય નહિ.” રાજાએ કહ્યું કે–સ્વામિન! નરક તથા નિગેદ સંબંધી આપે જે કહ્યું તે નરક નિગોદનું સ્વરૂપ આ આસન ઉપર બેસીઆપ અમને કહે. આપને સ્થાને જવામાં કાંઈક વિલંબ તે થશે, પરંતુ સાધુ પુરૂષને રેકવાથી પણ લાભ જ થાય છે. આપ મારા ઉપર કૃપા કરવા સમથે છે, તેથીજ હું પ્રાર્થના કરું છું.” મુનિએ મણમે લાભ થશે એમ સમજી ત્યાં રોકાઈને આગમની રીતિ પ્રમાણે નરક નિગોદના વિપાક હેતુઓ સાથે ઉપદેશ દ્વારા સમજાવ્યા. રાજા આ સાંભળી આશ્ચર્ય પામી સંસારથી ડરી મુનિને નમસ્કાર કરીને પૂછવા લાગે કે જે આ સંસાર અનર્થોથી ભરપૂર જ છે, તે પછી હરહંમેશ પાપ કર્મો કરનારા એવા મારી જેવાની શી દશા થશે ?' મુનિએ કહ્યું કે–“રાજન્ ! હજુ કાંઈ ગયું નથી. જે અત્યારથી ચેતી મન, વચન તથા કાયાને શુદ્ધ કરી ધર્મનું આરાધન કરશે તે જુજ સમયમાં દઢપ્રહારી, કાળકુમાર, ચિલાતીપુત્ર, ચુલિની વિગેરે મહા કુકમ માણસની માફક બધા કર્મોને ક્ષય કરી મુક્તિસુખ અવશ્ય મેળવશે. મોક્ષ જેવું સુખ બીજું એકે નથી. માટે શક્તિ અનુસાર ધર્મનું આચરણ કરવું યોગ્ય છે' પછી રાજાએ પૂછયું કે– હે સ્વામિન ! જેને નિમિત્તે અમે વાર્તામાં અમૂલ્ય સુખડી પ્રાપ્ત કરી તેની વાર્તા આપે કહી નહીં, તે સાંભળવાનું અમને બહુ મન છે, માટે દયા કરી તે વાત અમને કહે. સાધુએ કહ્યું કે- હે રાજન ! કર્મની ગતિ વિચિત્ર છે, તેની આગળ કેઈનું ઉપજતું નથી. માટેજ જે કુળવાન કુટુંબમાં ઉત્પન્ન.