________________ ચતુર્થ પલ્લવ. 139 હવે ન કરેઆ પ્રમાણેના સુનન્દાની તબિયતના સર્વ સમાચાર થઈને મહોત્સવમાં આનંદથી ભાગ લેવા લાગી. પેલી બાજુ વિષયાકુળ રૂપસેનનું શું થયું તે તરફ જરા દષ્ટિ કરીએ. રૂપસેન શરીરની અસ્વસ્થતાના ન્હાનાથી પિતા વિગેરેને છેતરી એકલે ઘરે રહ્યો. સુનન્દાને મળવાના વિચારથી ભરપૂર મને રાત્રિને પહેલે ભાગ પૂર્ણ થતાં ભેગસામગ્રી લઈ તાળવડે ઘરનાં બારણાં બરાબર બંધ કરી ચાલી નીકળ્યો. રસ્તામાં વિવિધ વિચારેની તરંગમાળા ચાલવા લાગી-ધન્ય મારી આ ગયેલ રાજકુમારીને મને મેળાપ થશે. જે સુખ મૂર્ખ માણસને આખા જન્મારાના સહવાસથી પણ ન મળી શકે તે સુખ ચતુર માણસ એક ઘડીમાત્રના સંગમાં મેળવી શકે છે, એ વાત નિવિર્વાદ છે. માટે હું ત્યાં જઈ તેના વિયેગનું દુઃખ ભાંગીશ તથા જાતજાતની કહેવતો, છન્દ, છપા, સમશ્યા, ગાથાઓ વિગેરેથી તેના ચિત્તને રંજન કરી નાખીશ. તેણે પણ વિદ્વાન હોવાથી આશયથી ભરપૂર હાવ, ભાવ, કટાક્ષ, વક્રોક્તિ વિગેરેથી મારા હૃદયને આનંદિત કરશે. અને અરસપરસ વિરહથી થતા દુઃખની વાતે મીઠા વચનરૂપી અમૃતનું સિંચન કરવાથી મનોરથનું વૃક્ષ ખીલી નીકળશે. મારા ચાતુર્યથી ખુશી ખુશી થઈ કલ્પવૃક્ષની માફક ઇચ્છિત ફળ આપનારી તે બનશે. અમે સુરતસુખ ભેગવતાં દેવતા તથા દેવીઓનું સુખ અનુભવશું.' આવા આવા વિચાથી આતધ્યાન કરતે રાત્રિ તથા રાગ એ બન્નેના અંધ કારમાં તેણીને જ સંભારતે તે ચાલ્યું જતું હતું, તેવામાં નધણિ