________________ 138 ધન્યકુમાર ચરિત્ર. ભેગવી નિવૃત્ત થયે. તે અરસામાં સખીઓને સમાચાર પૂછવાને દૂરથી પાછા ફરતા જોઇને સખિ દેડતી અંદર આવી કહેવા લાગી કે–તમે તમારા વલ્લભને હમણાં તે તરતજ જવા ધો. તેણીએ પેલા ધૂર્તને કહ્યું કે–કરવું? આપણે કમને જ દોષ, આટલા દિવસે ઇચ્છિત સમાગમ થયા છતાં એક વાત પણ છુટથી થઈ શકી નહિ, હાલ તે આપ એકદમ ચાલ્યા જાઓ. ફરી ભાગ્યને વેગ થતાં જયારે મળીશું ત્યારે મનમાં રહેલી વાત કરીશું.' ધૂર્તે વિચાર્યું કે-“હવે રહેવાથી લાભ પણ શું છે? ન ઓળખાવું એજ ઠીક છે. એમ વિચારી સુરતક્રીડા કરતાં પડી ગયેલા હાર વિગેરે ઘરેણાં લઈને તેજ માર્ગે તે ઉતરી ગયે. મનમાં ખુશી થત તે વિચારવા લાગે કે–આજ સારા શુકન સાથે હું નિકળે હઈશ, કારણ કે રાજકુમારી સાથે સુરતસુખ પ્રાપ્ત થયું અને વળી ધન પણ મળ્યું.' આમ વિચારતે ને રાજી થતે તે પોતાને સ્થાનકે ગયા. સુનાની પ્રિયસખી નિસરણી વિગેરે સંતાડી દઈ સુખન્હાના પગ દાબવા લાગી. એટલામાં દીવા સાથે સખીઓનું ટોળું આવી પહેચ્યું અને સુનન્દાને રાણીએ પૂછાવેલ સુખ સમાચાર પૂછયા. સુનન્દા પિતાના અંગે સંકેચતી ધીમેથી બેલી કે– સખિઓ ! પહેલાં તે મને બહુ વેદના થતી હતી, પણ છેલ્લી બે ત્રણ ઘડીમાં તે શાન્ત થઈ ગઈ છે. હવે ચેતના (શક્તિ) આવે એટલે થયું. તમે માતાજી પાસે જઈ મારા પ્રણામ સાથે જે જોયું છે. તે કહેજે. પહેલાંની વેદનાથી થાકી ગયેલી હોવાથી બહુ બેલી શકું તેમ નથી, પરંતુ હવે એમ તેમ લાગે છે કે માજીની આશીવથી દુઃખ તે ચાલ્યું ગયું છે. માતાજીને કહેજો કે મારી ચિંતા