________________ ચતુર્થ પલ્લવ. 137 જણ, તેમજ સુનન્દા કયાં સુતી છે તે અમને દેખાડે. આજે રાજમંદિરમાં અંધકાર કેમ જણાય છે ? આ પ્રમાણે સાંભળી સખિએ કહ્યું કે–“સુનન્દાનું માથું બહુ ચડી આવવાથી એવી પીડા થાય છે કે એવી શત્રુને પણ ન થાઓ. તેણીને જે પીડા થાય છે તે જોઈ પણ શકાય તેવી નથી. પલંગમાં તાપથી પીડાતાં તેણે કહ્યું કે—હું આ દિવાને તાપ સહન કરી શકતી નથી, માટે તેને ઓલવી નાખે.” તેથી મેં દવે ઓલવી નાંખ્યો છે. આ વાતને ઘડી અધઘડી થઈ અને હમણાં તેની આંખે જરા મળી છે, તેથી હાલ તેને તબિયતના સમાચાર પૂછાય તેમ નથી. હાલ તે તમે ઉંચે સ્વરે બોલશે પણ નહિ; વળી તેણુ સુખેથી નિદ્રા લે છે તેથી હાલ તે તેના ખંડમાં પણ આવશે નહિ. પિતાની મેળે તે જાગે ત્યારે સુખસમાચાર પૂછજો.” આ પ્રમાણે સાંભળીને એક દાસી બેલી કે–ચાલે આપણે રાણીના આવાસમાં જઈ આવીએ. તેણી નિરાંતે સુતી છે તે દરમિયાનમાં આપણે રાણીજીએ બતાવેલું કામ કરી આવી પાછા વળતાં સુનન્દાના સમાચાર પૂછતાં જશું.” આમ કહી તે સખીઓનું ટોળું રાણુના આવાસ તરફ વળ્યું. આ તરફ પેલે ધુતારે સુનન્દાની પથારીમાં પડ્યો પડ્યો હસ્તાદિકના સ્પર્શથી કામાતુર થઈ પહેલ વહેલાંજ સંગ કરવા લાગે. સુનન્દાએ વિચાર્યું કે “ઘણા દિવસથી આતુર થઈ રહેલ આ મારા પ્રિયતમને અટકાવવા પણ કઈ રીતે? ભલે તે પિતાની ઇચ્છા પૂર્ણ કરે, મારે વિરહાગ્નિ પણ શાંત થશે. વાતે વળી પ્રસંગ મળતાં કરીશું; કદાચ જે તે સખિઓ પાછી આવી પહોંચશે તે તેમને અંતરાય થશે.” આમ વિચારી તે કઈ બેલી નહિ. તે મજબુત કાયાવાળો ધુતારે ઈચ્છાનુસાર સુરતસુખ 18