________________ 136 * ધન્યમાર ચરિત્ર. સમજી કે- જરૂર રૂપસેન આવી લાગ્યા હશે.” આમ વિચારી તરતજ સુનન્દાને ખબર આપી દીધી કે–તમારા પ્રાણપ્રિય આવી લાગ્યા છે.” તેણુએ હર્ષથી કહ્યું કે-આપણા મહેલમાં તેને આવવા દે.' એટલે સખીએ તેને પૂછયું કે તમે આવ્યા?' પૂર્વે જવાબ આપે કે-“હા.” તે રૂપસેનજ હશે એવી ભ્રાન્તિથી સખીએ કહ્યું કે-“આપ અહિં પધારે અમારૂં આગણું પાવન કરે અને અમારા કુંવરી સાહેબના મનોરથ પૂર્ણ કરે.” આવાં આવકાયુક્ત વચને સાંભળી તે ધુતારાએ વિચાર્યું કે મેં ધાર્યું હતું તેમજ જણાય છે, માટે હવે તે નિઃશંક મને જ જવું. આમ વિચારી નિસરણ માર્ગો ઉપર ચડીને તેણે બારીમાં પગ મૂક્યો. એજ સમયે મહોત્સવ માટે ઉપવનમાં ગયેલ રાણીએ પુત્રી ઉપરના અસાધારણ પ્રેમથી પિતાની સખીઓને કહ્યું કે–તમે રાજયના માણસોને લઈને રાજમંદિરમાં જાઓ અને મારી પ્રા થી પણ મારી પુત્રીની તબિયતના સમાચાર પૂછી લાવીને મને કહે; તેમજ અમુક પેટીમાં પડેલ પૂજાને સામાન સાવચેતીથી કાઢી જલદી માણસ સાથે પાછા આવે.' રાણીએ મેકલેલ તે સખીઓને રાજમંદિરમાં દાખલ થતી દૂરથી જોઇને સુનન્દાએ વિચાર્યું આવે? ખેર, હવે રૂપસેનના આગમનની ખબર ન પડે એટલે પત્યું.' એમ વિચારી તેણીએ સખીઓ પાસે દી ઓલવાવી નાખે. દાસીએ તે ધુતારાને હાથથી અંધારામાં દેરી, સુનન્દાના પલંગમાંજ તેની સાથે સુવાડી દઈ કઈ બેલશે નહિ એમ કહી તે સખીઓના ટેળાંની સામે ગઈ. આવેલી દાસીઓએ પૂછયું કે-“સુનન્દા કયાં છે? તેણીની તબિયત કેવી છે? તે અમને