________________ 140 ધન્યકુમાર ચરિત્ર યાતી, વર્ષાદના પાણીથી પડુ પડું થઈ ગયેલી, સમારકામથી વંચિત એક ભીંત દૈવયોગે તેના ઉપર ત્રુટી પડી. તેના મારથી રૂપસેનન અંગે અંગના ચુરા થઈ જતાં તે મરણ પામી હતુ સ્નાનથી એકજ દિવસ થયા નિવૃત્ત થયેલી સુનન્દાની કુખમાં પેલા જુગારીઓ કરેલ સંયોગથી ગર્ભપણે ઉત્પન્ન થયે. “વિષયની ગતિ વિચિત્ર છે. હજારે જાતના વૈરવાળે શત્રુ જે દુઃખ આપી શકતું નથી તે દુઃખ વિષ આપે છે. विषयाणां विषाणां च, दृश्यते मह दन्तरम् / उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि // વિષય અને વિષમાં આ માટે ફેર છે કે વિષ તે ખાઈએ ત્યારે જ હણે છે. પણ વિષયનું તે મરણ પણ માણસને નાશ કરે છે.' સખીઓ ચાલી ગઈ એટલે સુના પિતાના પડી ગયેલા અલંકાર વિગેરે શોધવા લાગી. તેમાંથી થોડાક મળ્યા અને કેટલાક માન્યા નહિ. તેણુએ વિચાર્યું કે મારા પ્રાણપ્રિય તેને તુટી ગયેલા જાણું સમારવા લઈ ગયા હશે. તે સમા કરાવીને પાછા મેકલશે. વળી વિચાર આવે કે–એમ હતું તે પછી સઘળાં શા માટે ન લઈ ગયાં?” સખીએ કહ્યું કે–“સખીઓ આવી પહચવાથી ઉતાવળમાં જે હાથમાં આવ્યું તે લઈ ગયા જણાય છે. આવતી કાલે તેની તપાસ કરીશું. આમ વાત કરતાં તે બને નિદ્રાધીન થઈ ગયા. હવે સવાર થતાં નગરવાસીઓ તથા રાજા પિતાપિતાને ઘરે પાછા આવ્યા; રૂપસેનને બાપ પણ કુટુંબ તથા ચાકરે સહિત ઘરે પાછા આવ્યા. ઘરે તાળું જઈ વિચાર્યું કે– કઈ ખાસ કામ માટે અથવા શરીરના કારણે પુત્ર બહાર ગયે હશે.” ઘડી બે ઘડી