________________ 128 ધન્યકુમાર ચરિત્ર જવાળા વધારે વધારે જવલિત થવા લાગી. તે વિચારવા લાગી કે–જે મને આવું સુખ મળે તે કેવું સારું?” સાત્વિક ભાવને ઉદય થવાથી તે શરીરમાં જડ જેવી બની જઈને તે જેઇજ રહી અને વાત કરતી બંધ પડી ગઈ. મનવડે તેઓની અનુમોદના કસ્તી પુલકિત બની જઈને શૃંગારરસને અનુભવ કરવા માટે તે તૈયાર થઈ ગઈ. તેની સખીએ વિચાર્યું કે-આ સ્તબ્ધ બનીને શું જુએ છે ?' આ પ્રમાણે વિચારી પાસે આવી કમળ શબ્દથી પૂછયું કે– બહેન એકી ટસે શું જોઈ રહ્યા છે ?" આમ પૂછવા છતાં પણ તે બેલી નહિ. સખીએ ચતુરાઈથી તે જોતી હતી તે તરફ દૃષ્ટિ કરી, અને સર્વ વાત સમજી જઈને વિચાર્યું કે આ દમ્પતિને વિલાસ જોઈ યૌવનના ભાવને ઉદય થવાથી તેના ચિત્તમાં વિકૃતિ થઈ જણાય છે અને પિતાને પણ આવું સુખ કયારે મળશે તે સંબંધી ચિંતામાં પડી ગઈ લાગે છે. પછી તેણે સ્મિત કરી મીઠા શબ્દોથી સખીને કહ્યું કે–“હે સખિ ! આ જે તું જુએ છે તે તને ગમે છે કે નહિ?” આમ બે ત્રણ વાર પૂછવાથી તેણી પણ જરા હસીને એક દીર્ધ નિ:શ્વાસ નાખી બેલી કે–“સખિ! મ્હારા ભાગ્યમાં આવું સુખ ક્યાંથી?” સખીએ કહ્યું કે– બહેન! આવા દીન વચન ન બેલ. હમણાજ માતા પાસે જઈ, તારે વિચાર જણાવીને, થોડા દિવસમાં તારા દુઃખને અંત લાવી તને સુખસાગરમાં મૂકી દઈશ, આમ મનમાં ને મનમાં શું બળતી હઈશ? બધાં સારાં વાના થશે. આ પ્રમાણે સાંભળી સુનન્દાબેલી કેસખિ હમણા મા પાસે કાંઈ વાત કરતી નહિ. મને આ વાતથી બહુ શરમ લાગે છે. ધીમે ધીમે યુક્તિ પ્રયુક્તિથી જણાવી દઈશું, હમણાં નહિ.”સખિએ કહ્યું કે બહેન!