________________ ચતુર્થ પલવ 127 - આ બાજુ કેટલાક સમય પસાર થતાં સુનન્દા યૌવનમાં આવી. એકવાર સખીઓ સાથે પિતાના આવાસના સૌથી ઉપલા માળમાં તે આનન્દ કરતી હતી. સમય પણ કામને ઉદીપન થવાનું કારણ, આંબાને ખીલવનાર તથા શ્રમરાઓ પ્રમુખ લકરથી યુકત વસંતને હતા. આ સમયે કઈ ધનાઢ્ય માણસના ઘરના ઉપલા માળમાં સુગંધી જળ છાંટી સ્થળે સ્થળે પુષ્પની રચના કરેલી હતી. ઘનસાર, મૃગમદ તથા અંબર ભેળવી તૈયાર કરેલ ધૂપિયામાં બળતા ધૂપના ધુમાડાથી આખું ઘર સુગંધીથી બહેકી રહ્યું હતું. ચારે બાજુએ બહુ બહુ સુગંધી ફલેની જાળીઓ વડે પડદે બનાવ્યો હોય તેવું લાગતું હતું. ઉપરના ભાગમાં મુંમર તથા હાંડીઓથી યુકત ચંદ્રોદય બહુ સુશોભિત દેખાતું હતું, તેની નીચે ચિત્રવિચિત્ર સુંવાળા રૂના ઓશીકાવાળા અને દૂધ જેવા સફેદ ઓછોડવાળ સુંદર પલંગમાં બેઠેલા નાજુક તથા કાંતિવાન યુગલને પિતાના આવાસ ઉપરથી સુનંદાએ જોયું. તે બંનેએ સ્નાન કરી, અત્તર તથા ચંદનનું વિલેપન કરી, સુંદર વસ્ત્રાભૂષણે પહેર્યા હતા. જાણે નવા બંધાયેલ નેહના બંધનમાં તેઓ ગુંથાયા હોય તેવી રીતે એક બીજાના કંઠમાં હાથે વિટાળી દીધા હતા. અદ્દભૂત સુખ આપનાર તે શય્યાની આસપાસ દાસીઓને સમૂહ ઉભે રહીને તેમની સેવા કરી રહ્યો હતા. વિષયને ઉદ્દીપન કરનાર પંચમ રાગ વિગેરે ત્યાં ગવાઈ રહ્યા હતા, તેઓ અરસપરસ કટાક્ષ ફેંકી હાસ્ય તથા વિનોદ કરી રહ્યા હતા. આ બધું જોઇને જુવાનીમાં આવેલ હોવાથી કુદરતી જ સુનન્દાના શરીરમાં કામનું ઉદ્દીપન થયું. તે આ સર્વ એકી ટસે જોઈ રહી. જેમ જેમ જેવા લાગી તેમ તેમ તેના શરીરમાં કામની