________________ 126 ધન્યકુમાર ચરિત્ર. માતુશ્રી પાસે જઈને કહે કે, સુનન્દાના લગ્ન હલ કરશે નહિ, જયારે મારી ઈચ્છા થશે ત્યારે જણાવીશ. વળી મારા આવાસમાં કઈ પણ કામ માટે પુરૂષને મેકલશો નહિ; મારી સખી અથવા દાસી મારફત કહેવરાવવું હોય તે કહેવરાવજો.' - સખીએ માતા પાસે જઈ આ સંદેશે કહ્યો. માતાએ પૂછયું કે–આમ કહેવરાવવાનું કારણ શું?’ સખીએ કહ્યું કેકાંઇક કારણ મળવાથી તે લગ્ન સંબંધે બેપરવા બની જઈને ના કરશે, એમાં કાંઈ ચિન્તા કરવા જેવું નથી. માતાએ કહ્યું કે“ભલે, જેવી ઈચ્છા. સખીએ પાછી ફરીને સુનન્દાને સર્વ બાબત કહી. સુનન્દા તે સાંભળી રથ બની, સખીઓ સાથે પિતાના આવાસમાં સુખે વખત પસાર કરવા લાગી. આ સમયે તેજ શહેરમાં વસુદત્ત નામને એક દ્રવ્યવાન વિપારી રહેતું હતું. તેને ધર્મદત્ત, દેવદત્ત, જ્યસેન તથા રૂપસેન નામના ચાર દીકરા હતા. તે ચારે નિપુણ અસાધારણ રૂપવાળા, વેપારમાં કુશળ તથા અંગીકાર કરેલ કામ કરવામાં ચતુર હતા. તેઓમાં જે એ રૂપસેન નામનો પુત્ર હતા તે વાત્સાયનના કામશાસ્ત્રમાં પ્રવીણ, ચતુર પુરૂષમાં શ્રેષ્ઠ તથા મેટા ભાઈઓના પ્રેમનું પાત્ર હતું. એવું એક પણ કામ નહતું કે જે તે સહેલાઈથી કરી ન શકે. સુંદર વસ્ત્રોમાં સજિત થઇ, અશ્વ ઉપર અથવા ગાડીમાં બેસી અથવા કોઈવાર ચાલતાજ તે શહેરમાં, બજારમાં રાજમાર્ગમાં, વનમાં તથા વાડીઓમાં ગીત, નૃત્ય, વાજીત્ર તથા પુષ્પ વિગેરે અદભૂત ચીજો જેતે ઇચ્છાનુસાર સુખમાં કાળ નિર્વહન કરતે હતે. હમેશાં તેને કૌતુક જોવાની બહુ ટેવ હતી.