________________ ચતુર્થ પીવ. 125 નહિ, માટે આપે જરા પણ ઉતાવળ કરવી નહિ.” આ પ્રમાણે સાંભળી સખીએ કહ્યું કે–“હે સખિ ! હજુ તું બાળક છે, પરંતુ યુવાવસ્થા પ્રાપ્ત થતાં સ્ત્રીનું જીવિતસર્વસ્વ સ્વામી જ છે. જુવાનીમાં પતિ વિનાની સ્ત્રીની કિંમત ધુળ કરતાં પણ ઓછી થાય છે. આ જગતમાં બે જાતના સુખ છે. એક પૌદ્ગલિક તથા બીજું આત્મિક. તેમાં પીણલિક સુખ બે જાતના-કારણ સુખ તથા સ્પર્શ સુખ. કારણ સુખ રૂપિયા વિગેરેથી તથા સ્પર્શ સુખ ખાન પાન વિગેરેથી મળે છે. પદ્ગલિક બંને સુખનું રહસ્ય સ્ત્રીઓને પુરૂષ તથા પુરૂષને સ્ત્રીઓ જ છે. ધન ધાન્ય વિગેરે ઈદ્રિને સુખ આપનારી ચીજોથી પૂર્ણ ઘર છતાં એક ફક્ત પતિના વિયેગથી વિધવા બનેલ સ્ત્રી અગ્નિમાં પ્રવેશ કરે છે, માટે જ અગ્નિ કરતાં પણ પતિવિરહનું દુઃખ અસહ્ય છે એમ કહેવાય છે. બંને સુખનું જીવન સમતાજ છે. તે સિવાય તપ, જપ, દાન વિગેરે સર્વ નકામા છે. વ્યવહારરાશિના જીવોએ સંસારમાં પરિભ્રમણ કરતાં અનન્ત પુશળપરાવર્તે પસાર કર્યા. એક એક જીવે અનેક દરમિયાન એવો એક પણ ધર્મ નહિ હોય કે જે ન કર્યો હોય, પરંતુ એક ફક્ત સમતા ન હોવાને પરિણામે તેનું ફળ તેને પૂરતું મળતું નથી. માટે હે સખિ! સાહસ કરીને તારે હાલ કાંઇજ બોલવું નહિ, જે વચન પાળવાની શક્તિ હોય તે વચનજ બોલવું. જ્યારે યુવાની આવશે ત્યારે તને ખબર પડશે. આગમમાં પણ બધા બતમાં બ્રહ્મચર્યવ્રત પાળવું સૌથી દુષ્કર કહ્યું છે. માટે હાલ તું જરા ધીરી થા; તું હજુ અજ્ઞાન છે, તેથી તારે ન બોલવું તેજ ઉચિત છે.” સુનન્દાએ કહ્યું કે–“તેં જે કહ્યું તે સર્વ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, પરંતુ હાલ તે મારી ઈચ્છા નથી, માટે તું