________________ 129 ચતુર્થ પવિ. અહિંથી હવે ચાલ. જેમ જેમ તું વધારે જોઈએ તેમ તેમ તારું દુઃખ વધતું જશે; માટે નીચલે માળે જઈ તારૂં દુઃખ ટાળવાને ઉપાય કરીએ.” આ પ્રમાણે કહી તેને હાથ પકડીને નીચે લાવીને બજાર તરફ પડતી બારી પાસે જઈ તેઓ બજાર તરફ જતાં ઉભા રહ્યા. હવે આ સમયે કૌતુક જોવાની ઇચ્છાથી રૂપસેન સાંજનું ભજન કરીને, બે ઘડી દિવસ બાકી રહ્યો એટલે સુંદર વસ્ત્રો પહેરી સુનન્દાના મહેલની આગળ એક પાનવાળાની દુકાને આવી ચડ્યો. તે માણસે પણ આદરપૂર્વક તેને ઉંચા આસન ઉપર બેસાડ્યો. ધનવાન માણસને સર્વ સ્થળે માન મળે છે.” તે પાનવાળાએ આપેલ સ્વાદિષ્ટ પાનનાં બીડાં ખાતે અને આશ્ચર્યકારક વસ્તુઓ જેતે રૂપસેન ત્યાં કેટલીક વાર બેઠો. આ સમયે સુનન્દાએ કામદેવને પણ હંફાવે તેવા રૂપવાળા રૂપાસેનને બારીમાંથી જોયો. અભૂત તથા નિગી કુમારને જોઈને તેનામાં અતિશય આસક્ત બની સખીને સુનન્દા કહેવા લાગી કે– હે સખિ! તે પાનવાળાની દુકાનમાં બેઠેલ પુરૂષ તરફ છે. તેનું રૂપ કેવું અભૂત છે? તે કે યુવાન લાગે છે? તેની આંખે કેવી સુંદર છે? વસ્ત્ર તથા અલંકાર સજવામાં તેણે કેવી ચતુરાઈ વાપરી છે? તેના મુખ, નેત્ર, હાથ વિગેરેના હાવભાવ કેવા સરસ છે? કેમ જાણે કામદેવજ અવતાર ધરીને આવ્યું ન હોય? આ પ્રમાણેની સર્વ સ્થિતિ જોઈને આ પુરૂષની સાથે હમણાં જ જોયેલ દંપતી જેવું પ્રેમસુખ ભેગવવાની મને અભિલાષા થાય છે.' સખી–( હસીને) “હે બહેન ! અગાઉ તે પુરૂષનું નામ લેતાં તારી આંખ લાલ લાલ થઈ જતી હતી અને હવે તું 17