________________ 118 ધન્યકુમાર ચરિત્ર. થવાથી મને યુગપ્રધાન ગૌતમ. સૌધર્મ, જ, પ્રભવ, સચ્યુંભવ વિગેરે સર્વના દર્શન થયા એમ હું માનું છું. વળી કે મુનિરાજ ! આપે ક્રોધને જીત્યો છે, માનને હઠાવી દીધું છે. શી આપની સરલતા ! શા મૂર્તિમાન તપ ! આજ મારે જન્મ કૃતાર્થ થશે, એમ હું માનું છું.' આ પ્રમાણે સ્તુતિ કરી સંયમ તથા શરીરની કુશળતા પૂછી ધન્યકુમાર મુનિની સામે અવગ્રહ જાળવીને બેઠે. મુનિ પણ ધન્યકુમારને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળો જોઈ જૈન આગમનું કંઈક રહસ્ય સમજાવવા માટે કહેવા લાગ્યા કે હે ભવ્ય ! આ અગાધ સંસાર સમુદ્રમાં છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા ગ-તે ચાર કારણેથી કર્મો બાંધી તેના ઉદયથી જુદી જુદી જાતિ, ' કુળ, સ્થાન તથા યોનિમાં ઉત્પન્ન થયા જ કરે છે. તેઓને માથે હરહંમેશ જન્મ જરા, વ્યાધિ તથા મરણનાં દુઃખો ઉભાં જ રહે છે. ત્યાં મહારાજનું રાજય ચલાવનાર મિથ્યાદર્શન નામને તેને મંત્રી બધા જીવોને પિતાની આજ્ઞામાં રાખવાને માટે અવિરતિ, વેગ, કષાય તથા વિપર્યાસરૂપી મદિરા પાઇ, મીઠી વાત કરીને ઉન્મત્ત બનાવે છે. તેઓ ઉન્મત્ત બનીને દેવ, ગુરૂ, ધર્મ, હિત, અહિત, કૃત્ય, અકૃત્ય, પિતાનું, પારકું, અલેક, પરલેક વિગેરેમાંથી કાંઈ પણ જાણવા ઈચ્છતા નથી. કેવળ આહાર, નિદ્રા, ભય તથા મૈથુન સંજ્ઞામાં આસક્ત બની સંસાર વધારે છે. હવે જે વિષયે છે તે કષાયની સહાયતાથી મનુષ્ય પાસે શું શું કુકર્મ કરાવતા નથી? એનાથી સંસારી જન્મથી જ કેદના શિખવાડ્યા સિવાય પિતપોતાની શક્તિ અનુસાર વિષમાં આસક્ત બની જાય છે. આગમમાં વિષયને વિષ (ઝેર) કરતાં પણ ખરાબ કહેલ છે -