________________ ચતુર્થ પલ્લવ. 117 મૂકીને અમને અમારે લક્ષ્મીને ભોગ આપી ઘો. સિત્ત્વવાળો ધન્યકુમાર આ પ્રમાણેના પિતા પુત્રના કળહનું મૂળ કારણ પિતાને સમજી લક્ષ્મીથી ભરેલ ઘર છોડીને ત્યાંથી નીકળી પડ્યો. પ્રયાણસમયે સારા શુકને પક્ષીઓના સ્વરે, સારા શબ્દ તથા શુભ ચેષ્ટા વિગેરેથી ઉત્સાહિત બની તેને વધાવી લઇને તે મગધદેશ તરફ ચાલી નીકળે. જુદા જુદા ગામ, નગર, વન, વાડી વિગેરે જેતે અને સિંહની માફક એકલે વિહરતે - તે નિર્ભયપણે આગળ ચા. Pઆગળ જતાં ગંગાતી અશોક વૃક્ષની નીચે શાન્ત તથા નિગ્રહ કરેલ ઈદ્રિયવાળા, સર્વ ગુણેના ભંડાર, ધર્મની ખાણ જેવા તથા અભૂત રૂપવાળા બે મુનિઓને તેણે જોયા. ચંદ્રોદય વખતે ચકોરને, મેઘને જોતાં જેમ મોરને અને સ્વામીના દર્શન થતાં જેમ સતી સ્ત્રીને આનંદ થાય છે તેમ હર્ષથી ભરપૂર હૃદચવાળો ધન્યકુમાર ચિતરવા લાગે કે–અહે ! મારા ભાગ્ય હજુ તપે છે કે જેથી આવા ધર વનની અંદર કે જ્યાં મનુષ્ય આવે પણ નહિ ત્યાં અણચિંતવ્યો ચિતારનથી પણ અધિક એવા મુનિરાજના મને દર્શન થયા. આજને દિવસ સફળ થયે. આજે કોઈ શુભ શુકન થયા હશે કે જેથી ઉન્હાળાની ગરમીમાં તૃષાતુર થયેલા મુસાફરને જેને માનસ સરોવર મળે તેમ મને મુનિને મેળાપ થયો. મારાં ધન્ય ભાગ્ય કે જેથી આભવ તથા પરભવની દ્રવ્ય તથા ભાવરૂપ તૃષા છીપાવનાર મુનીશ્વરને વેગ મને પ્રાપ્ત છે. આ પ્રમાણે વિચારતાં રોમાંચિત થયેલે ધન્યકુમાર પાંચ અભિગમ જાળવવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ પંચાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યો કે“હે મુનીશ્વર ! આપના દશન