________________ ચતુર્થ પલ્લવ. 119 विषयाणां विषाणां च, दृश्यते महदन्तरम् / / उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि // “વિષય અને વિશ્વમાં ઘણે ફેર છે, કારણ કે વિષ તે તેના ખાનારને જ અસર કરે છે (મારે છે, પરંતુ વિષયો તે સ્મરણ (કરનારને પણ અસર કરવાને (મારવાને) પૂરતા શકિતવાન છે.” વિષયમાં વિષ કરતાં ફકત એકજ અક્ષર વધારે છે, પરંતુ તે કેવી ખરાબ અસર કરે છે ! જે રસનેંદ્રિયને આસકત છે, તેઓ વધારેમાં વધારે નવ આંગળની જીભલડીને તૃપ્ત કરવાને માટે નિયપણે એકેંદ્રિયથી પચેંદ્રિય સુધીના સર્વ જીવોની હિંસા કરે છે, જેથી કરીને તેન્દુલમજ્યની માફક અન્તર્મુહૂર્તમાં ભરીને સાતમી નરક સુધી જાય છે અને રાજગૃહીના લેકે ઉજાણી ગયે સતે પિતાના દુષ્કર્મના ઉદયથી કાંઇ પણ નહીં પામતા દ્રમકની જેમ ઈચ્છા પૂરી થયા સિવાય દુર્ગતિમાં જઈને ભારે કર્મના ફળ અનુભવતા સતા સંસાર પરિભ્રમણ કરે છે. ચક્ષુ ઇંદ્રિયને આસરક્ત પુરૂષ અનુકૂળ અથવા પ્રતિકૂળ રૂપ રંગ મળતાં અથવા ન મળતાં પ્રબળ રાગદ્વેષમાં પડી જઇને ઉત્કૃષ્ટ રિથતિ અને રસવાળાં કર્મોનું બન્ધન કરીને અને ભવના ફેરામાં પડે છે. સેંદ્રિયને આસકત જીવે શ્રવણને જ સુખ તથા દુઃખ આપે તેવા શબ્દ માત્ર સાંભળવાથી જેમ ભાટે કહેલ ઉત્તમ કુળ તથા જાતિનું વર્ણન સાંભળીને સંગ્રામમાં સુભટ માથાં કપાવે છે, તેમ હેરાન થાય છે અને સહુમારાદિની જેમ દુર્ગતિરૂપી કુવામાં પડીને કલેશને પામે છે. કઈક છે અનુકૂળ ગધ પ્રાપ્ત કરવા માટે દુષ્કર્મ આચરે છે, અને મળથી મલીન થયેલા મુનિને તિરસ્કાર કરવાથી દુખ્યા રાજપત્નીની જેમ દુઃખ પામે છે, તથા સુગન્ધીમાં