________________ 114 ધન્યકુમાર ચરિત્ર. 'ખજાનાઓ દુષ્ટ દેવતાઓ હરી જવાથી માટીરૂપ બની ગયા, છેવટે એવી સ્થિતિ આવી પહેચી કે આવતી કાલે શું ખાવું તેના પણ સાંસા પડવા લાગ્યા. ઘરમાં એક પણ દિવસનું અનાજ રહ્યું નહિ. આમ બનતાં કૃષ્ણપક્ષને ચંદ્રની માફક કળા રહિત એવા અમે સર્વે હે ભાઈ ! ભારે કષ્ટ સહન કરી તેને શેધવા નીકન્યા. આગલા જન્મના કેઈ મહાભાગ્યના ઉદયે આજ તારા દર્શન થયા. તારા દર્શનથી તથા તારે અભ્યદય જેવાથી મારું સર્વ દુઃખ નાશ પામ્યું છે, અને મારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે.” * પિતાનું આ પ્રમાણેનું કથન સાંભળી ધન્યકુમાર વિનય પૂર્વક બે કે–“હે તાત ! મારા મહાભાગ્યનો ઉદય થયે કે જેથી આજે આપના ચરણકમળના મને દર્શન થયા. રાજયમાન વિગેરેનું સાચું ફળ આજ મને મળ્યું. આજથી દુઃખની વાત ભૂલી જઈને સુખ તથા આનંદથી રહે. હું તે આપને હુકમ ઉઠાવનાર સેવક બનવાને યોગ્ય છું. આપે હવે બીલકુલ ચિંતા કરવી નહિ. આવી જ રીતે માતા, મોટા ભાઇઓ તથા ભેજાઈઓને ' સતેષી, ધન્યકુમારે વસ્ત્ર, પૈસા તથા અલંકાર વિગેરે આપ્યા. સજજનેની આ રીતિ ખરેખર યુકિતયુક્ત છે. જેવી રીતે શુક્લ પક્ષને ચંદ્રમા શોભાને પામ્ય સતે કુમુદને પણ શેભાવે છે, (વિકવર કરે છે તેવી રીતે સર્વને અંતરથી ચાહતે ધન્યકુમાર આખા કુટુંબને વિવિધ સુખોથી પોષવા લાગે; પરંતુ અંધકારની માફક તામસ પ્રકૃતિવાળા મોટા ભાઈએથી સૂર્ય સમાન પ્રકાશવાળા ધન્યકુમારની કીર્તિ સહન થઈ શકી નહિ. ખરી વાત છે કે–તામસી પ્રકૃતિવાળા માણસે દિવસથી બીતા અંધકારની