________________ ચતુર્થ પલ્લવ. 113 - જૈન શાસ્ત્રોને જાણકાર હોવા છતાં વૈભવ તથા ધનના નાશ સંબંધી પ્રશ્ન કેમ પૂછે છે? લક્ષ્મી વિગેરે વૈભવ કઈ મહારા મેળવ્યા મળ્યા ન હતા, તેથી મારે આધીન ન હતા, તે તે કર્મના ઉદયથી મળ્યા હતા એટલે તેને આધીન હતા. કર્મને ઉદય બે પ્રકારને હેય છે. પુદય તથા પાદિય. જયારે પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે ઇચ્છીએ તેમજ અનિચ્છાએ પણ ધનસંપત્તિથી ઘર ભરાઈ જાય છે. તેમજ જ્યારે પાપ ઉદયમાં આવે છે ત્યારે સારી રીતે સંચી રાખેલું તથા સાચવેલું હોવા છતાં પણ ધન અને સંપત્તિ નાશ પામે છે. માટે જ કહ્યું છે કે - कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि / अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् / / (કડો કલ્પ (વર્ષો જતાં પણ કરેલ કર્મોને નાશ થતે જ નથી; શુભ તથા અશુભ કર્મ ભેગવ્યે જ છુટકે થાય છે.” આમ હેવાથી પહેલાં પુણ્યના ઉદયને લીધે બધુ અનુકૂળ થતું હતું, પછી પાપ ઉદયમાં આવતાં સર્વ નાશ પામ્યું છે. વધારે શું કહું? સ્ત્રી પુત્રાદિ પરિવારમાં એક પણ જો માગ્યશાળી હોય તે તેના પુણ્ય આખું કુટુંબ સુખ અનુભવે છે, અને તે ચાલી જતાં પાછું તેજ કુટુંબ દુઃખી થઈ જાય છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ વાત મેંતે પ્રત્યક્ષ અનુભવી છે. કારણ કે વત્સ ! કળાવાન તથા ભાગ્યશાળી તું ઘરમાંથી ગેયે કે પછી થોડા સમયમાં જ કોઈ એક -ચાડિયા માણસના ઉશ્કેરવાથી રાજાએં પ્રતિકૂળ બની જઈ અમને કેદમાં પૂરી ભારે દંડ કરી બધું ધન લઈ લીધું. કોઈકે ધન ચરે ચરી ગયા, કાંઈક આગમાં સળગી ગયું, કાંઇક પૈસા આવડત વગરના વ્યાપારમાં અવળા કર્યા, જમીનમાં દાટેલ 15