________________ ચતુર્થ પલ્લવ. 115 જેમ પારકાનું તેજ સહન કરી શકતા નથી.” એકદા ધન્યકુમાર રાજ્યસભામાં જઈ રાજ્યનું સર્વ કામ કરી રાજાની રજા મળતાં સુખાસનમાં બેસી ઘરે આવતો હતો. તેની આસપાસ જાતજાતના છેડા, હાથી, પાયદળ વિગેરે ચાલતા હતા. જુદા જુદા દેશના ભાટચારણે અનેક પ્રકારના ગીતેથી તેની સ્તુતિ કરતા હતા, તેમજ આગળ ઢેલું શરણાઇ વિગેરે વાજી વાગી રહ્યા હતા. બજારમાં ધન્યકુમારની સ્તુતિ કરતાં લેકે કહેતા હતા કે-જુઓ ! મનુષ્ય ભવમાં પણ ધન્યકુમારમાં કેવું દેવતા જેવું તેજ છે! ઉદારતા, ધૈર્ય, ગાંભીર્ય, શૂરવીરતા, રૂપ વિગેરે ગુણેમાં આને પહોંચી શકે તેવું દુનિયામાં કોઈ દેખાતું નથી. " પારકાનું ભલું કરવાની વૃત્તિ, ગરીબ અપંગને ઉદ્ધાર કરવાની ઇચ્છા પિતાના કુટુંબને પિષવાની બુદ્ધિ, કોઈ ઇષ્ટ અનિષ્ટ ગમે તેવું બેલે તે સહન કરી જવાની વૃત્તિ વિગેરે ગુણોથી યુક્ત હેવાથી ' ચાર ભાઈઓમાં સર્વથી નાને છતાં તે મોટો હોય એમ લાગે છે.' તે વખતે માણસના ટોળામાંથી એક જણ બહાર આવીને બોલી ઉઠ્યો કે “ભાઈ ! ગુણવાને માણસેની ઉમ્મર જાણવાની શી જરૂર હોય? કિપાકના ફળ જેવા મોટા ભાઇઓ પુણ્યના ભંડાર ધન્યકુમારના પ્રતાપેજ ઈચ્છિત સુખ ભોગવે છે. જયારે પ્રથમ અહિં તેઓ આવ્યા ત્યારે ભિખારીથી પણ વધારે કંગાળ હાલતમાં શું રે આપણે તેને જોયા નહતા? હવે તે અભિમાનથી છલકાઈ જઈને તથા મોઢા ઉપર તિરરકાર તથા કટાક્ષની છાયા લાવીને સામી સલામ કરવા જેટલે વિવેક પણ તેઓમાં રહ્યો નથી. પરંતુ તેમાં શું વળ્યું ? તેમની વક્રતા ગુણના ભંડાર ધન્યકુમારના પ્રભાવેજ તેઓ ટકાવી શક્યા છે તેમાં કાંઈ તેમને પ્રભાવ ઓછો જ છે.”