________________ પ્રસ્તાવના. . " હતી પ્રગટકર્તાની પ્રસ્તાવના. સુપાત્રદાન ઉપર બહુ પ્રસિદ્ધિ પામેલા શ્રી ધન્યકુમાર અને શાલિભદ્રના ચરિત્રનું ભાષાંતર પ્રગટ કરતાં અમને બહુ આનંદ થાય છે. દરેક બંધુ તથા બહેનને આ ગ્રંથ ખાસ ઉપયેગી અને વાંચવા લાયક છે; તે ગ્રંથને આસ્વાદ એટલે મીઠે અને મધુર છે કે એક વખત વાંચવાનું શરૂ કર્યા પછી અંત પયત વાંચ્યા વગર મનને શાંતિ થાય તેમ નથી. મૂળ ગ્રંથ પણ ખાસ વાંચવા લાયક સુંદર ભાષામાં લખાયેલ છે. સુપાત્રદાનની પ્રસિદ્ધિ જૈનકેમમાં જાણીતી છે. આ બાબતમાં વિશેષ વિવેચન ભાષાંતરકારે પ્રસ્તાવનામાં લખેલ હેવાથી અને તેને વિશેષ ઉલલેખ કરતા નથી. લગભગ છ હજાર ઉપરાંત શ્લોકના પ્રમાણુવાળા આ ગ્રંથનું ભાષાંતર કરવાનું કાર્ય સભા તરફથી સદ્ગત બંધુ રતિલાલ ગીરધરલાલ બી. એ.ને સોંપવામાં આવ્યું હતું. તે બંધુને સભાના કાર્ય માટે ઉત્સાહ બહુ હતું અને તેની ભાષા પણ બહુ મીઠી અને સાદી હતી. તેણે કરેલ ભાષાંતરને વિભાગ વાંચવાથી તેના કરેલ ભાષાંતરની ભાષાની મીઠાશ વાંચક તરતજ સમજી શકશે. તે બંધુ અચાનક ઝેરી તાવના ઝપાટામાં સપડાઈ જવાથી તે કાય તે બંધુના મોટા ભાઈ નેમચંદ ગીરધરલાલને પૂર્ણ કરવા માટે સોંપવામાં આવ્યું હતું. આ બંધુઓએ ભાષાંતર માટે જે ઉત્સાહ દેખાડ્યો છે તે માટે તે બંને બંધુઓને ખાસ આભાર માનવામાં આવે છે. આ બુક સ્વર્ગસ્થ બંધુ રતિલાલ ગીરધરલાલના સ્મારક