________________ પ્રસ્તાવના તરીકે બહાર પાડવામાં આવે છે. ભાષાંતર કરનારનાજ સ્મારક તરીકે તેજ ગ્રંથ બહાર પાડવામાં આવે તે વિધિને–કુદરતને અજાયબ ખેલ છે અને આ ખેલ પાસે દરેકને નમન કરવું પડે છે. તે બંધુના સ્મારક તરીકે બહાર પાડવાના આ ગ્રંથમાં શેઠ આણંદજી પુરૂષોત્તમની મુંબઈમાં ચાલતી શા. ચુનીલાલ કુંવરજીના નામની પેઢીના ભાગીઆ ઠા. ગોવિંદ ગેપાળજીએ તે બંધુના સ્મારક તરીકે તેની સ્વર્ગસ્થ પત્નીને સેપેલ રૂ. 500) ની રકમ તથા આ સભાના વાવૃદ્ધ લાઈફ મેમ્બર શેઠ ગીરધરલાલ આણંદજી તરફથી પણ સ્વ. પુત્રના સ્મરણાર્થે રૂ. 500) ની રકમ મળી કુલ રૂ.૧૦૦૦) અંકે એક હજાર સભાને આપવામાં આવ્યા છે. સભાની મેનેજીગ કમીટીએ તે રકમ સ્વીકારી છે અને આ બુકના ખર્ચમાંથી તે રકમ બાદ કરીને. આ ગ્રંથની ખાસ ઓછી કિંમત રાખવામાં આવી છે. આવી ઉદાર સહાય આપનાર તે બને બંધુઓને સભા તરફથી ખાસ આભાર માનવામાં આવે છે. સ્નેહી જનનું ખરું સ્મરણ જ્ઞાનદાનથીજ રાખી શકાય છે. આ ગ્રંથ ઘણુ મનુષ્યને બોધક, ઉપદેશક તથા અનુકરણ કરવા - લાયક થાય તેવું છે. આ સર્વ પુન્યકાર્યના ભાગી પણ આવી રીતે જ્ઞાનદાન કરનાર થઈ શકે છે, અને તેથી સર્વ બંધુઓને આવા ગ્રે ઓછી કિંમતે વાંચવા મળી શકે છે. પ્રાંતે સર્વ બંધુઓને સાર્થાત આ ગ્રંથ વાંચી જવા વિજ્ઞપ્તિ કરી સુપાત્રદાનમાં સર્વદા તત્પર રહેવાની વારંવાર સૂચના કરી આ ટુંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. ચૈત્ર શુદિ પંચમી ) શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. 1978 ભાવનગર.