________________ કાનન નનન + ન = = = = = તે જ * * *_* * * * * ર કરે , બનાવન લાગુત હતા. પતિ પાછળ તરતજ પત્નીનું મૃત્યુ, અને તે પાનું શરીર રાખેલ પણ આપી દીધા પછી ચાર. કલાકેજ થાય તે દરેકને આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવું છે. દેવની વિચિત્ર ગતિ છે, મનુષ્યનું ધાર્યું કાંઈ પણ બની શકતું નથી, મનુષ્ય ધારે કાંઈ ત્યારે શૈવ કોઈ વિચિત્રજ નિપજાવે છે. કમશાસ્ત્રના અભ્યાસી જૈનભાઈએ આ બાબત સારી રીતે સમજતા હોવાથી આવાં દૃષ્ટાંતથી પ્રસંગોપાત વિશેષ વૈરાગ્ય ભાવજ ધારણ કરે છે. નકવર વહુને વિશેષ શોક કરવાથી પ્રાંતે દુઃખી થવાનેજ પ્રસંગ આવે છે. આવા યુવાન દંપતીનું મરણ તેના કુટુંબને અને તેનું વૃત્તાંત જણનાર સર્વ બંધુઓને વૈરાગ્ય તસ્ફ પ્રેરે છે. મરણ દશા સમજાવે છે, સંસારગૃદ્ધિ ઓછી કરવાનું સૂચવે છે અને ધર્મમાં તલાલીનતા વધારવા પ્રેરે છે. આ આખી બુકનું ભાષાંતર બરાબર તપાસી, સુધારી આપી તથા સાધંત આખો ગ્રંથ શુદ્ધ કરી મુદ્દે તપાસી સંપૂર્ણ કાળજીથી છપાવી બહાર પાડવામાં સહાયભૂત થનારા અમારા વડીલ માનનીય વાવૃદ્ધ કાકા શા કુંવરજી આણંદજીનો ખાસ આભાર માન્યા વગર મારાથી રહી શકાતું નથી. શ્રી જૈન ધર્મ પ્રસાકે સભા તરફથી બહાર પડતા બધા ઉપયોગી પુસ્તકે તેમનાજ ઉત્સાહ, તેમની જ મહેનત અને તેમની જ ખંતનું સુપરિણામ છે. . " કેટલીએક ઉપગી બાબતે જણાવતાં તેમજ બંધુનેહના આવેશમાં ખેંચાતાં આ પ્રસ્તાવના જરા લાંબી થઈ છે તેને માટે ક્ષમા ઈચ્છું છું. આ આ ગ્રંથ શાંતિથી વાંચવા, વાંચીને વિચાર કરવા, તે પ્રમાણે અનુસરવા અને સુપાત્રદાનમાં ખાસ કરીને વધારે અને વધારે ઉદ્યમવંત થવા દરેક વાંચક બંધુ તથા હેનને આગ્રહ કરી આ ભાષાંતરમાં રહી ગયેલા છે માટે ક્ષમા યાચી આ પ્રસ્તાવને સમાપ્ત કરવામાં આવે છે. . ( ભાવનગર ) ચૈત્ર શુકલ પંચમી કાપડિયા નેમચંદ ગીરધરલાલ. is : ભાષાંતર, સંપૂર્ણ કરનાર.