________________ 108 - - ધન્યકુમાર ચરિત્ર. અને હું નકામે દુઃખી થઈ જઈશ. માટે પહેલેથી જ બનેલ બીના રાજાને જણાવું અને પછી જ તેના હુકમ પ્રમાણે કરું કે જેથી ભવિષ્યમાં આરામ રહે. આ પ્રમાણે વિચાર કરી તે ખેડૂત રાજા પાસે જઈને બનેલ સર્વ બીના કહી બતાવી. ખેડુતની વાત સાંભળીને રાજા આશ્ચર્ય ચકિત થઈ જઈ તેને કહેવા લાગ્યું કે–“ભાઈ ! ખેતરમાંથી / અજાને નીકળે તેમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણ કે પૃથ્વીમાં પગલે પગલે ચરૂઓ દાટેલા હોય છે. પરંતુ આવડો ખજાને મેળવી તે આવી રીતે છોડી દે તે તે ભારે આશ્ચર્યની વાત છે. *પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવે છે તે આવા સત્પરૂથીજ સત્ય માની શકાય છે. ખરેખર, તારી સદ્ભાગ્ય કે આવા માણસના તને દર્શન થયાં, તેમજ તેમની મેમાનગતિ કરવાને પ્રસંગે પ્રાપ્ત થયે તેણે આપેલ પ્રસાદ તને મળે, તેથી પણ તને ધન્ય છે. જે તેની જેવા શ્રેષ્ઠ માણસે આ ખજાને તને અર્પણ કર્યો તે પછી હું પણ તે તનેજ આપું છું. એવા મેટા માણસને હુકમ કઈ પાછો ફેરવે ખરા કે? પરંતુ તે મહાપુરૂષનું નામ પ્રખ્યાત / થાય તેમ તારે કરવું. આ પ્રમાણે રાજાને હુકમ મેળવી તે ખેડુતે 'ધન્યકુમારની કીર્તિ ફેલાવવાને તે ખેતરની આસપાસ એક ગામ ( વસાવી તે ગામનું નામ ધન્ય પોડ્યું અને તે સમાચાર રાજાને જણાવ્યા(રાજાએ તે ગામની માલકી તે ખેડુતને આપી. પછી તે ખેડુત રાજાએ આપેલ પ્રામાધિપપણું પામીને સુખ માણત સતે ધન્યકુમારના ઉપકારને સદા સર્વદા સંભારવા લાગે. આ બાજુ ધન્યકુમાર આગળ ચાલતાં અને અનેક શહેર, વિને નિહાળતાં તાપને અંતે હું જેમ માનસ સરોવર તરફ જાય