________________ ચતુર્થ પલ્લવ. 107. बालकस्य निजांगानि, न गोपयति कामिनी // જેવી રીતે બાળકો પાસે સ્ત્રીઓ પોતાના અંગે છુપાવતી નથી, તેવી રીતે લેભ વિનાના પુરૂષની પાસે પૃથ્વી પ્રજાને છુપાવતી નથી–પ્રગટ કરે છે.” સેનાથી ભલે તે ખજાને જોઈને ઉદાર ચિત્તવાળા ધન્યકુમારે ‘તરત જ તે કાઢીને ખેડુતને સે . ખેડુતે કહ્યું કે–“હે સજજન પુરૂષ! તમે ભાગ્યશાળી હોવાથી જ આ અપરિમિત ખજાને પ્રગટ થયે છે, માટે તેને તમે જ સ્વીકાર કરે.' ધન્યકુમારે કહ્યું કે –“ભાઈ ! Qપારકું ધન કદિ ન લેવાને મેં નિયમ કર્યો છે. આ જમીન તમારી છે, માટે જેમ એગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા કરવાને તમેજ મુખતિયાર છે. આ કથનથી બહુજ આશ્ચર્ય પામી, ભક્તિથી ભરપૂર હૃદયે તે ખેડુતે ધન્યકુમારે કહ્યું કે–હિ ભાગ્યશાળી ! અન ળ ધન આપીને આજે તમે મારી ગરીબાઈને નાશ કર્યો છે, હિવે ભજન તે સ્વીકારે.' પછી તેના ઘણા આગ્રહથી ધન્યકુમારે તેની સ્ત્રીએ લાવેલ ભેજન કરી તેની રજા લીધી, અને આગળ ચાલી નીકળ્યો. “દુનિયાનું ભલું કરનાર સજજન પુરૂષો સૂર્યની માફક કદિ પણ એક સ્થળે રહેતાં નથી. આ ને ધન્યકુમાર ગયા પછી ખેડુત વિચારવા લાગ્યું કે-ધૂન્યકુમાર જેવા સારા માણસ પાસેથી મેળવેલું ધન જે હું નિઃશંકપણે ભેગુવિશ તે ઈર્ષ્યાળુ તથા પારકાનું ઘર ભાંગવામાં રાજી રહેનારા માણસે જાતજાતની વાત કરશે. અરસપરસ વાત કરતાં તે લેકેની વાત વાયુવેગે રો સુધી પણ પહોંચ્યા વગર રહેશે નહિ, વળી રાજા પણ કાચા કાનના હેવાથી તે લેકેની વાત સાચી માની મને કેદમાં નાંખી આ સર્વ ધન કદાચ લઈ પણ લેશે,