________________ 106 ધન્યકુમાર ચરિત્ર. ભૂખ્યો એક વડલાના ઝાડ નીચે આરામ લેવા બેઠે. તે ખેતરમાં એક ખેડૂત ખેતી કરતું હતું. તે દિવસ કોઈ પર્વને હોવાથી તે ખેડુતની સ્ત્રી ચેખા, દાળ અને લાપસી વિગેરે મિષ્ટાન્ન લઈને આવી. ભૂખ તથા તૃષાથી કરમાઈ ગયેલ, સુન્દર આકૃતિવાળા ધન્યકુમારને જોઈને તે ખેડુતે વિચાર્યું કે “અહે! આ સુંદર આકૃતિવાળો કેઈ સત્ય પુરૂષ જણાય છે. તાપથી કંટાળેલે તે અિહિં આરામ લે છે ચાલ તેને ભેજન માટે આમંત્રણ કરૂં.' આ પ્રમાણે વિચારી ધન્યકુમાર પાસે આવી તેણે તેને આદર સહિત ભજન માટે નિમંત્રણ કર્યું. શૂરવીર ધન્યકુમારે તે સાંભળીને કહ્યું કે “ભાઈ ! તું મારા મનની વાત સમજી ગયો તે ખરૂં, પરંતુ હું મરે હાથે કમાયેલ ચીજોને જ ઉપભેગ કરૂં છું સિંહ તથા સપુરૂષ બીજાની કમાણીનું ભેજન લેતા નથી. માટે જે તારી આજ્ઞા હેય તે હું થોડી વાર તારૂં ખેતર ખેડું, પછી તું જે ખાવા આપીશ તે હું અમૃત સમાન ગણીને સવીકારીશ; કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલ માણસ માટે પોતાના હાથની કમાણીજ ગૌરવ તથા માન આપનારી છે. ધન્યકુમારની આ માણેની વાત સાંભળીને ખેડુતે કહ્યું કે “હે સજજન ! જે મારી ઈચ્છા હેય તેમ કરે.' 0 ખેડુતને આ પ્રમાણે હુકમ મેળવીને ધન્યકુમાર પોતે ઉઠીને જે હળ ખેંચવા ગમે તે જમીનમાં રહેલ એક પત્થર ભાંગી જવાથી જમીનમાં દાટેલ અસંખ્ય ધનનો ચરૂ નિકળી આવ્યું. ભાગ્યશાળીને ઇચ્છા અનિચ્છાએ પણ લક્ષ્મી પિતાની મેળેજ આવીને ભેટે છે. માટે જ કહ્યું છે કે निरीहस्य निधानानि, प्रकाशयति काश्यपी /