________________ ચતુર્થ પલ્લવ. 105 બળ તથા સ્થિરતા તથા બુદ્ધિને વૈભવ એ પગેને માટે દેશાંતર એ એક કસટી સ્થાન જેવું છે. ખરા ભાગ્યશાળી છે તે માણસેજ છે કે જેઓને મનને આહ્વાદિત કરે તેવા ખજાનાની માફક કૌતુકે પગલે પગલે જોવા મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “મનને ટુંકું કરી નાંખે તેવાં સંકટથાનને તે દૂરથી જ ત્યાગ કરે.” નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે - , गजं हस्तसहस्रेण, शतहस्तेन वाजिनम् / - शृंगिणं दशहस्तेन, देशत्यागेन दुर्जनम् // હાથીથી હજાર હાથ છેટે રહેવું, ઘોડાથી સો હાથ છેટે રહેવું, શીંગડાવાળા અન્ય જનાવરેથી દશ હાથ છેટા રહેવું, અને દુર્જનથી પરદેશમાં જ ચાલ્યા જવું. ) આ પ્રમાણે મનમાં વિચાર કરીને રાત્રિના માળા તરફ જ. વાને પક્ષી આતુર બની જાય તેવી રીતે દેશ જેવાને ધન્યકુમાર પણ આતુર બની ગયે._ // આ સમયે તેમના એક સંબંધી શેઠિયાને ઘરે માટે ઉત્સવ હતા, તેથી તેના પિતા વિગેરે ઘરના માણસે આખો દિવસ ઉત્સવમાં ગુંથાયેલા હોવાથી, જવા આવવાની દડાદોડ તથા કામની ધમૂલથી થાક્યાપાક્યા રાત્રીના સુખેથી ઘોર નિદ્રામાં પડ્યા હતા. તેજ રાત્રીના જયારે બધા શહેરીઓ સુતા હતા ત્યારે ધન્યકુમાર નવકાર મહામંત્રનું સમરણ કરતો ઘરની બહાર નીકળી માળવે તરફ ચાલી નીકળે. લક્ષ્મીને ક્રિડા કરવાને ચગ્ય સ્થળ જેવા માળવા દેશમાં કરીને અનેક ગામડાં, શહેર તથા વને નિહાળતાં બપોર થતાં ધન્યકુમાર ભૂખ્યો થયે. (આ સમયે એક ખેતરમાં તે ભૂખ્યો