________________ ધન્યકુમાર ચરિત્ર. આવી સાકેતપુરની વાત સાંભળીને નિમિત્તજ્ઞાનમાં કુશળ સોમીલ મુનિ રૂદ્રાચાર્ય પ્રત્યે કહેવા લાગ્યા કે—હે સ્વામી ! જે આપ આજ્ઞા આપે તે હું નિમિત્તશાસ્ત્રની કળાથી સાકેતપુરના રાજાને બંધ કરવા પ્રયાસ કરું.' ગુરૂએ તે દુષ્ટ રાજને બંધ આપવા માટે જવાની તેમને આજ્ઞા આપી. પછી દયાના સમુદ્ર તે સેમિલમુનિ સાકેતપુર જઈને મુખ્ય મંત્રીને ઘરે રહ્યા. તેજ દિવસે પિતે કરાવેલા નવા આવાસમાં બ્રાહ્મણોએ બતાવેલા ઘડિયા પ્રમાણે રાજા ગ્રહપ્રવેશની સર્વ તૈયારી કરાવતા હતા. નિમિત્તશાસ્ત્રમાં કુશળ સેમિલમુનિ પિતાના જ્ઞાનથી ભવિષ્યમાં થવાની અશુભ હકીકત જાણી લઈને પ્રધાનને કહેવા લાગ્યા કે– હે મંત્રીશ્વર ! તમારે રાજાને આજે તે મહેલમાં પ્રવેશ કરતા અટકાવવા, કારણકે અકાળે વિજળી પડવાથી તે મહેલ પડી જવાનું છે. આજે રાત્રિના વિજળી પડવાની છે અને તેનું નિવારણ કેઈથી થઈ શકે તેમ નથી. અવશ્ય બનવાના બનેવને પ્રતિકાર કેઈથી થઈ શકતો નથી. હું આ વાત તમને ખાત્રીપૂર્વક કહું છું જો વધારે ખાત્રી કરવી હોય તે આજ રાત્રિના રાજાએ સ્વમમાં મુર્તિમંત કાળ જે સર્પ જે હતું તે પૂછીને ખાત્રી કરજે અને જે હું કહું છું તે સત્ય માની તમને જે કલ્યાણકારી જણાય તે તમે કરજે.” . મંત્રીએ રાજસભામાં આવી રાજાને સર્વ હકિકતથી વાકેફ કર્યો. રાજા પણ છક્ક થઈ જઈને વિચારવા લાગે કે–અહો! આ મુનિનું કેવું અદ્ભુત જ્ઞાન ! રાત્રીના મેં જોયેલ સ્વમ તેમણે કઈ રીતે જાણું? એ વાત સાચી કહી છે, તેથી આજે પડવાની વિજળી સંબંધીની વાત પણ ચક્કસ સત્યજ હેવી જોઈએ, માટે