________________ તૃતીય પલ્લવ. નવા મહેલમાં હું આજે તે પ્રવેશ નહિ જ કરૂં.' આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને મુહૂર્તનો સમય પાસે આવતાં રાજાએ ભયથી નવા મહેલમાં પ્રવેશ કરવાનું મુલતવી રાખ્યું. તેજ રાત્રિના વિજળી પડવાથી મહેલ પડી ગયે. મહેલ પડી જવાથી મુનિના જ્ઞાન માટે રાજાને ખાત્રી થઈ ગઈ. હવે જ તે સમજે કે જૈનધર્મ સિવાય બીજે કેઈ ઠેકાણે એવું સત્ય જ્ઞાન નથી.” - સવારે મિથ્યાજ્ઞાનરૂપી રાહુથી મુક્ત થયેલ તે રાજાએ તપસ્વી સમિલ મુનિને લાવ્યા અને પિતાના મસ્તકને મુગટ જમીને લગાડીને શુદ્ધ મન, વચન તથા કાયાથી નભરકાર કરી મુનિએ બતાવેલ જૈનધર્મને તેમણે સ્વીકાર કર્યો. ત્યારથી અરિહંત ધર્મને આરાધનાર તે બન્યું. રાજાએ જૈનધર્મને સ્વીકાર કરવાથી તેની ભારે ઉન્નતિ થઇ. તે વખતે ઘણા લેકેએ મિથ્યાત્વી ધર્મોને છોડી જૈનધર્મને સ્વીકાર કર્યો. હવે રાજાએ શાસનની ઉન્નતિ કરવા તથા પિતાની ભક્તિ - પ્રદર્શિત કરવા સમિલ મુનિને દાન, માન, બાન, નાચ, વાદન, અમાત્ય વિગેરે સહિત રૂદ્રાચાર્ય ગુરૂ તરફ રવાને કર્યા. સેમિલ મુનિ સાથે ભક્તિથી ભરપૂર હૃદયવાળા લેકે પણ આવ્યા હતા. તેમણે તે મુનિને ભક્તિથી વિધિપૂર્વક દ્વાદશાવર્ત વંદનથી વાંધા તેમજ સાથે આવેલ અમાત્ય વિગેરે રાજપુરૂષએ તેમની ને અંગે પૂજા પ્રભાવના કરી. બધા લેકે સેમિલમુનિની પ્રશંસા ફરવા લાગ્યા તથા બહુમાનપૂર્વક મિથ્યાવાદીઓને નિરસન કરવાની વાત કરવા લાગ્યા. ફરી ફરી થતી મિલ મુનિની પ્રજાની વાત સાંભળીને રૂદ્રાચાર્ય હૃદયમાં ઈર્ષ્યાગ્નિથી બળવા લાગ્યા, પરંતુ લેકલજજાથી કાંઈ બોલી શક્યા નહિ; પણ જેમ જેમ