________________ તૃતીય પલ્લવ. 85 તેવા કાર્યોને ધિક્કાર છે. જેમ ચક્ષુની ખેડવાળા મનુષ્ય પાસે બેઠેલાને પણ જોઈ શકતા નથી તેમ મલિન હૃદયવાળા માણસ પાસે આવેલા શિષ્યના પણ ગુણે જોઈ શકતા નથી. આ પ્રમાણે ગુરૂની બેદરકારીથી દિવસે દિવસે અભ્યાસ ઉપરથી બધુદત મુનિનું ચિત્ત ખસવા લાગ્યું. તેણે લગભગ અભ્યાસ એવી રીતે છોડી દીધું કે ક્રમે ક્રમે અભ્યાસની ગેરહાજરીમાં તે જડ જેવા બની ગયા. પાણીની પાવાથી નાના બાગમાંથી જેમ પાંદડા, ફળ અને ફુલેને નાશ થઈ જાય તેમ ગુરૂ તરફના ઉત્સાહરૂપી જળસિંચન વિના બધુદત્ત મુનિના જ્ઞાનરૂપી પુષ્પો સુકાઇને ખરી જવા લાગ્યા. જ્ઞાન ક્રિયા બંનેમાં તે શિથિળ થઇ ગયા. એ સમયે સાકેતપુર નામના શહેરમાંકૃપનામને રાજા રાજ્ય કરતો હતો. તે જાણે સપને ભાઈ હોય તેમ દયાહીન, કૃપણ તથા કર હતે. મિથ્યાત્વીના શાસ્ત્રોનું શ્રવણ કરવાથી ભમી ગયેલ ચિત્તવાળે તે રાજા પાપ કરવાથી વિરામ પામતે નહિ. શીકાર વિગેરેમાં હિંસા કરે, જૂઠું બેલત, અદત્ત લેતો અને અબ્રહ્મચર્ય વિગેરે સર્વ મેટા પાપે તે હંમેશા આચરત. ભ્રષ્ટ બુદ્ધિવાળે તે રાજા પુરોહિતની પાસે અજમેધ, અશ્વમેધ, મનુષ્યમેધ, ગોમેધ વિગેરે યજ્ઞો કરાવતે અને બ્રાહ્મણને વિના સંકોચે સોનું, જમીન, મીઠું અને તલ વિગેરેનું દાન આપત. પર્વના દિવસેએ અભિમાનથી સેનાની ગાય બનાવીને તે ગોળ, તેલ સહિત બ્રાહ્મણને દક્ષિણામાં આપી દેતો. મિથ્યાત્વી બ્રાહ્મણ ગુરૂઓથી ખોટી વાસનામાં પ્રેરાયેલ તે દુષ્ટ જૈનમુનિઓને અનેક પ્રકારની પીડા કરતે. આ સર્વ કારણથી મુનિઓએ સંકેતપુર નગર સાપના ઘરની માફક તજી દીધું હતું.