________________ ધન્યકુમાર ચરિત્ર. ઉપાશ્રયમાં દાખલ થતાં જૈનધર્મમાં કુશળ માટે તેમની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યા–“હે મુનિરાજ! તમે વાદીરૂપી ગરૂડ ઉપર સ્વારી કરનાર કૃષ્ણ જેવા, વાદીસમૂહને જીતનાર, છ ભાષારૂપી વેલેને મૂળ સરખા, પ્રતિવાદીના મસ્તકને શૂળ સરખા, વાદીરૂપી કંદને ઉખેડી નાખવામાં કેદાળી જેવા, વાદીઓને રાજા, વાદીરૂપી સમુદ્રને પીવામાં અગત્ય ઋષિ જેવા, વાદીરૂપી ગગનમાં સૂર્ય જેવા, વાદીરૂપી ગધુમને દળી નાખવામાં ઘંટી જેવા, વાદીઆના માનરૂપી વૃક્ષને તેડવામાં હાથી જેવા, વાણીમાં સરસ્વતી જેવા, બૃહપતિના પણ ગુરૂ જેવા, સરસ્વતીના ખજાના જેવા, ચૌદ વિદ્યાના ભૂષણ જેવા, સરસ્વતીના કંઠને આભરણ જેવા અને વાદીઓની વિજ્યલક્ષ્મીના એક શરણ જેવા ." બંધુદત્ત મુનિના વિજ્યને ઉષ કરનારાં આવાં વાકે સાંભળીને નીતિવાળા છતાં પણ રૂદ્રાચાર્ય મુનિના કાન જાણે વીંધાઈ ગયા હોય તેમ થયું અને તેમના મોઢા ઉપર ક્રોધની છાયા ફરી વળી. “જેમ પરાક્રમી કામદેવને જોઈને મહાદેવ જેવાને પણ અદેખાઈ થઈ હતી તેમ પિતાના સેવકને અધિક તેજવાળા જઇને મેટા માણસોમાં પણ વૈરાગ્નિ પ્રજવલિત થાય છે.' પછી સંઘ સહિત બધુદત મુનિએ ગુરૂને પ્રણામ તથા સ્તુતિ કર્યા છતાં રૂદ્રાચાર્ય મુનિ ઈર્ષ્યાથી કાંઈ બેલ્યા જ નહિ. “પાણીથી ભીંજવતા પણ ગરમ પર જવાળાઓ પ્રગટાવ્યા વગર રહી શકે ખરે કે બધુદત્તના ગુણની પ્રશંસા કરવાનું તે દૂર રહ્યું, પણ પાછા ફરવાના સમાચાર પણ રૂદ્રાચાર્યે તેને પૂછયા નહિ. “મેટા મોટા માણસે પણ ઈર્ષ્યા આવતાં વિકિરૂન્ય બની જાય છે.' મોટા મોટા જ્ઞાનીઓ પણ જેના તાબામાં આવતાં પલટી જાય છે