________________ ધન્યકુમાર ચરિત્ર. ગુણ પારખી શકનાર ગુણાનુરાગી મનુષ્ય તે મુનિને પૂજા સત્કાર જ્યારે વિશેષ કરવા લાગ્યા ત્યારે તેને અપાતું માન જોઈ ન શકવાથી રૂદ્રાચાર્ય હૃદયમાં બળવા લાગ્યા. ઇર્ષ્યાળુ માણસ કોઈ માણસને ગુણેથી પૂજાતા તથા પ્રભા ફેલાવતા જોઈ શકતા નથી. ઉલટા તેનું અશુભ કરવાનો વિચાર કરે છે. પતંગિયાની માફક દીવાની શિખા સમાન ઝળહળતા કીર્તિવાન મનુષ્યને જોઈને પિતાના દેહનું બળીદાન કરીને પણ શું તેની શિખારૂપ કતિને ઝાંખી પાડવા દુર્જન માણસો પ્રયાસ નથી કરતા? કરે છે. એક વખત કુસુમપુરથી શ્રી સંઘે મેકલેલા બે મુનિ રૂદ્રાચાર્ય પાસે આવ્યા. રૂદ્રાચાર્યને નમીને ઉભા રહેતાં તેમણે તેમને આવવાનું કારણ પૂછ્યું. તેઓએ કહ્યું કે- સ્વામી ! એ દર્શનમાં નિપુણ ભિદુર નામને એક વાદી ગામેગામ બહુ વાદીઓને જીતીને હાલ પાટલીપુત્ર આવ્યું છે. તે તર્કવેત્તા બધે જય મળવાથી હવે જૈન મુનિઓને પણ જીતવાની ઈચ્છા રાખે છે. ઘણા લાકડાં બાળી શકવાથી અગ્નિ પત્થરને બાળવા પણ તૈયાર થઈ જાય છે. હાલ ત્યાં એવા કાઈ મુનિ નથી કે જે તેની સાથે વાદ કરીને તેને ઉઘાડે પાડે, માટે તે મિથ્યા તર્કવાદીને જીતવા માટે આપ ત્યાં જલ્દી પધારે, એવી શ્રી સંઘની આજ્ઞા છે. અને ઉલ્લંઘન ન કરી શકાય તે સંઘને હુકમ આપે જલ્દી બજાવે એવી અમારી વિનંતિ છે. આવેલ મુનિઓના મુખથી આ પ્રમાણેના સમાચાર સાંભળી વિધાના સાગર તે રૂદ્રાચાર્ય મુનિ પાટલીપુત્ર જવાને તૈયાર થઈ ગયા. પંડિતે, મલ્લે તથા રાજાએ પોતાના સામેના પક્ષને જીતવાની ઈચ્છાવાળા જોઈને તેને હરાવવાના પોતાના પ્રયાસમાં