________________ તૃતીય પલ્લવ. વિલંબ કરે ખરા કે? નજ કરે. રૂદ્રાચાર્ય જવાને તૈયાર થયા તે વખતે છીંક વિગેરે અપશુકનેએ તેનું નિવારણ કર્યું, તેથી રૂદ્રાચાર્યે પ્રયાણ કર્યું નહિ. જ્ઞાનવાળા માણસે નિમિત્તાની સામે કદી પણ થતા નથી. (નિમિત્તોની અવગણના કરતા નથી.) પછી રૂદ્રાચાર્યે હુકમ કરવાથી બધુદત મુનિ પાટલીપુત્ર જવાને નિકળ્યા. સતત વિહાર કરતાં પાટલીપુત્ર પહોંચી સીધા તે રાજસભામાં ગયા. બંધુદત્ત મુનિનું આગમન સાંભળી કૌતુથી વાદ સાંભળવા માટે હજારો લેકે સભામાં આવ્યા. તે સભામાં ભાગ્યથી જ જેમના દર્શન થઈ શકે તેવા, તત્ત્વ સમજવામાં વિવકવાળા, બન્ને પક્ષના ગુણદોષથી જાણતા સભ્ય જન પણ મટી સંખ્યામાં હાજર હતા. ખેટા ન્યાયને દૂર કરી શકનાર, હોંશિયાર તથા ગુણની કદરવાળા રાજા ત્યાં સિંહાસન ઉપર બેઠા હતા. ચતુરંગી સભા મળતાં વાદ શરૂ થયો. પ્રથમ સૌગતમતને અવલંબીને ભિદુરવાદીએ ગર્વપૂર્વક આ પ્રમાણે જાળ રચી.તે બે કે જેનું અસ્તિત્વ છે (જે સત છે) તે સર્વ વસ્તુ ક્ષણિક છે, દિવાની જવાળાની માફક. છતા એવા સર્વ ભવો અસ્તિત્વ ધરાવે છે, તેથી તે ક્ષણિક છે.” આ પ્રમાણે પિતાને મત સ્થાપવાને ભિદુરવાદીએ પ્રતિજ્ઞા વિગેરે કરી લીધા પછી સ્યાદ્વાદમાં પ્રવીણ, બુદ્ધિના ભંડાર બધુદત્ત મુનિએ તેને આ પ્રમાણે ખાત્રી કરી આપે તે ઉત્તર આ કે–“જે અસ્તિત્વ ધરાવે છે તે બધું ક્ષણિક હોઈ શકે નહિ. કારણ કે–અમુક ચીજ અગાઉ જોયેલ હતી તે જ છે.” એવી ઐ ૧ન્યાય આપનાર (રાજા), સભ્ય (ન્યાય સમજનાર સાક્ષીઓ), વાદી ને પ્રતિવાદી.