________________ તૃતીય પલ્લવ. સંબંધી તથા ધમ ધ્વજ સિંહ વિગેરે આઠ આય સંબંધી અને સ્વમ શાસ્ત્રમાં શુભ અશુભ મ સંબંધી જ્ઞાનવાળા હતા. આ પ્રમાણે આઠ પ્રકારના નિમિત્ત શાસ્ત્રમાં તેનું કહેવું બરાબર સય પડતું, જેથી કરી તે રાજા તથા પ્રધાન વિગેરેને પણ બંધ કરી શકતા હતા. ચોથા કાલક નામના મુનિ હતા. તેમણે દુષ્કર ધર્મક કરીને ત્રણ જગતને કાંટા સમાન પ્રમાદ રૂપી ચારને વશ કર્યો ઇર્ષા સમિતિથી આગલી જમીન જોઈને ઉપગ પૂર્વક જાણે કે હતે. નરકના જીવને ઉદ્ધાર કરવાની ચિન્તાવાળા હોય તેમનીચું મોઢું રાખીને ધીમે ધીમે ચાલતા હતા. બહુ કાળ પર્યત વિનય વિગેરે ઉપચારોથી મુખપાઠ કરેલ વિધા વહી જવાની જાણે બીક લાગતી હોય તેમ મે ઉઘાડીને તે બોલતાજ નહિ (ભાષા સમિતિ). બહાર અથવા અંદરની રજની શંકાથી જાણે હોય તેમ પૂજ્યા પ્રમાર્યા સિવાય ભાજન પ્રમુખ લેતા કે મૂકતા નહિ (ચતુર્થ સમિતિ). ધ્યાન રાખીને નિર્જીવ પવિત્ર જમીન ઉપર પગ મૂકતા (કાય ગુપ્તિ). સત્ય અને અસત્યાગ્રુષા બે ભંગવાળા અને મધુર નિપુણાદિ આઠ ગુણવાળા તેમજ જિનેશ્વરની આજ્ઞાથી અબાધિત સત્યવચનજ તે બોલતા (વચનગુપ્તિ).અને સભ્યશાસ્ત્રને અનુકૂળ મનેગપૂર્વક સર્વ આચારે તે આચરતા (મન ગુપ્તિ). ટુંકમાં પવિત્રતાની ખાણ જેવા તે મુનિ સર્વને પ્રસંશા કરવાને એગ્ય હતા. પાંચ સમિતિ તથા ત્રણ ગુતિ રૂપી આઠે પ્રવચન માતાઓની તે હંમેશા આરાધના કરતા. આવા તે કાલક મુનિ જૈન શાસનને દીપાવતા હતા. 1 આમાં ચૂડામણિ વિદ્યા ભળવાથી 9 થાય છે. 2 ત્રીજી ને પાંચમી સમિતિ અંતર્ગત સમજી લેવી.