________________ 76 ધન્યકુમાર ચરિત્ર. તથા પાયા વિગેરેની જાડાઇ ઇત્યાદિ જોઇને બુદ્ધિથી તે પલંગ અમૂલ્ય ચીજથી ભરેલ જાણી સેનાના સાત માસા આપી ધન્યકુમારે તે ખરીદ કર્યો. પછી મજુર પાસે તે પલંગ ઉપડાવી ઘરે લાવી ગુણવાન ધન્યકુમારે પિતા વિગેરે સર્વને તે દેખાડ્યો. પુત્ર પ્રતિના મહને લીધે પિતાએ કાંઈ પૂછ્યું નહિ. સસરાના કહેવાથી સર્વ વહુએ તે પલંગ ઉતાવળથી ઉપાડી ઘરમાં લઈ જતી હતી તેવામાં 2 ઉચે નીચે થવાથી તેના ભાગે છુટા પડી ગયા, એટલે તરતજ પલંગમાંથી જાણે ધન્યકુમારની લક્ષ્મી હેય તેમ રત્નની વૃષ્ટિએ ઘરને પૂરી દીધું. ( લાખ તથા કરોડના મૂલ્યના રને જોઇને સગાં-વ્હાલાઓ ધન્યકુમારની સ્તુતિ કરવા લાગ્યા કે–અહો ! આ ધન્યકુમાર કે ભાગ્યશાળી તથા બુદ્ધિવાન છે ! ખરેખર આ પુત્ર તે કુળદીપક જાગે. તેણે ભિખારીઓને દોનથી, ઘરને ધનથી, ત્રણ જગતને વૈશથી, મિત્રને હર્ષથી તથા ભાઈઓને અદેખાઈથી ભરી દીધા આ પ્રમાણે વખાણ કરતા લેકે સૂર્યની માફક ધન્યકુમારનું બહુમાન કરવા લાગ્યા, પરંતુ કુદરતી અંધતાવાળા ઘુવડની જેવા તેના ત્રણ મેટા ભાઈઓ ઉપર તેની કોઈ અસર થઈ નહિ. સગાવ્હાલાઓ પાસેથી ધન્યકુમારના યશગાન સાંભળીને તે ત્રણે ઈર્ષ્યાથી બળવા લાગ્યા. અદેખાઈથી જળતા તે પુત્રોને બોલાવી ધનસારે શિખામણ આપી કે– હે પુત્રો! ઈર્ષો છોડી દઈગુણને ગ્રહણ કરતાં શીખે. કહ્યું છે કે