________________ ધન્યકુમાર ચરિત્ર. પંકપ્રિયે પિતાના રાજાને ઓળખી પિતાની ઝુંપડીમાંથી બહાર નીકળી પુષ્પોથી સુવાસિત, સ્વાદિષ્ટ, ચેપ્યું અને ઠંડું પાણી લાવીને રાજાને પાયું. રાજા ઠંડુ પાણી પીને સ્વસ્થ થશે. પછી પંકપ્રિયે જાણે તૈયાર જ હોય તેમ ઝડપથી રસોઈ બનાવી નાંખી અને રાજાને જમાડ્યો. રાજા તરતની બનાવેલી રસોઈ જમી તાજો થઈ ગયે. પંકપ્રિય ઉપર તેને બહુજ પ્રેમ લાગી ગયે. ગમે તેવું ભેજન પણ ખરે સમયે તૈયાર કરીને જમાડનારની સેવા અમૂલ્ય થઈ પડે તેમાં શું આશ્ચર્ય જમ્યા પછી પ્રેમપૂર્વક રાજા પંકપ્રિયને પૂછવા લાગ્યો કેહે પંકપ્રિય! સાચું કહેજે, તું એકલે આવા નિર્જન અરણ્યમાં શા માટે રહે છે.? આ ગૃહસ્થ જેવો વેશ અને જંગલમાં નિવાસ એ બે વાત ભળે શી રીતે ? માટે અહિ રહેવાનું કારણ શું છે તે કહે.” પંકપ્રિયે કહ્યું કે–હે સ્વામિન! પ્રાણીઓ પિતાના દેશથી જ કષ્ટમાં પડે છે, તેમાં સંશય જેવું નથી. માણસે પિતાને યશ ગવરાવવાની ઈચ્છાએ ઘણીવાર અસંબદ્ધ બેલે છે, તેમજ ટા ફડાકા ભારી રેફ દેખાડે છે. તે સાંભળી શહેરમાં મને દુ:ખી કરનારી ઈર્ષ્યા થઈ આવે છે. માથાના દુ:ખાવાની માફક સહન ન થઈ શકે તેવી ઈર્ષ્યા અટકાવવાને હું સમર્થ ન હોવાથી મારૂં માથું કુટીકુટીને દુઃખી થતું હતું. તે જોઈને મ્હારા પુત્રોએ કહ્યું કે- બાપુ! બીજાના અભ્યદયની વાત સાંભળી શકતા ન હો તે મનુષ્યથી ભરપૂર શહેરમાં રહેવું તમને ઠીક નહિ પડે, માટે તમે જંગલમાં જઈને જ રહો. માણસે ન હોવાથી ત્યાં ઇર્ષ્યા થવાને સંભવ નહિ રહે. પુત્રોનું વચન ઠીક લાગવાથી મેં માન્ય કર્યું. એટલે તેઓએ ઝુંપડું બનાવી આપી, ખાવા પીવાની સામગ્રી