________________ દ્વિતીય પલ્લવ. વસાવીને મને અહિં રાખે છે. અહિ આનંદથી રહી શકું છું.” પંકપ્રિયના આવા શબ્દો સાંભળીને દયાને સમુદ્ર તે રાજા અસાધારણ પરાક્રમવા છતાં દિલગીર થયે. “બહુમત માણસે બીજાના દુઃખે સાંભળીને મનમાં દુઃખી થાય છે. પંકપ્રિયના દુઃખે દુઃખી થયેલે તે કૃતજ્ઞ રાજા મનમાં તેને ઉપકાર સંભારતો ચિતરવા લાગે કે “મારાથી બનશે તે હું આને ઉદ્ધાર જરૂર કરીશ. અરે ! જેણે માથેથી તણખલું ઉતાર્યું હોય તેને બદલે અતિ ઉપકાર કરવાથી પણ વાળ દુષ્કર છે, તે પછી આવા ઉપકાર કરનારને બદલે તે કેમજ વાળી શકાય ? શાસ્ત્રમાં સુ વર્ણ દાન, ગૃહદાન, કન્યાદાન, રત્નદાન વિગેરે ઘણું જાતના દાને કહ્યા છે, પરંતુ ખરે વખતે અન્નદાન આપનારની સાથે સરખાવતાં તે બધાં દાન તેના કરોડમા ભાગની તુલનામાં પણ આવતા નથી. કહ્યું છે કે - क्षुधालीवस्य जीवस्य, पंच नश्यन्त्यसंशयम् / सुवासनेन्द्रियबलं, धर्मकृत्यं रति स्मृतिः // “સારી વાસના (સારા વિચારે.), ઇન્દ્રિયનું બળ, ધર્મ કરવાની શક્તિ, બેગ ભેગવવાની શક્તિ તથા સ્મરણ શક્તિ એ પાંચે ભુખથી દુઃખી થયેલા માણસ પાસેથી નાશી જાય છે. માટે આના ઉપકારને બદલે વાળવાને અનર્ગળ પૈસે આપી હું મારી કૃતજ્ઞતા બતાવું. ગમે તેમ કરીને પણ આ ગણતે જરૂર પતાવી દેવું. આ પ્રમાણે વિચાર કરીને રાજાએ તેને કહ્યું કે–“ભાઈ ! તું સુખેથી મારી સાથે શહેરમાં આવ. હું આપું તે મહેલમાં રહી મારા આપેલ સુખભેગ ભેગવ. ત્યાં મારી પાસે રહેતાં