________________ દ્વિતીય પલ્લવ નકામે હઠ લેનારા હોય છે, તેઓ ભલે તે હઠ પિતાને જ ઘાતક હેય તે પણ ત્યજતા નથી.” એકવાર આ વ્યાધિ અસાધ્ય જોઈને તેના પુત્રાએ તેને કહ્યું કે–બાપુ ! તમારે હવે તે માણસ રહિત જંગલમાં રહેવું તે વાતજ અમને ઠીક લાગે છે, કારણ કે ત્યાં જરા પણ ઈર્ષ્યા જાગૃત થવાનો સંભવ નથી. માટે જે તમારી ઈચ્છા હોય તે નિર્જન અરણ્યમાં એક ઝુંપડી બનાવીને તમને ત્યાં રાખીએ. પુત્રનું કહેવું પંકપ્રિયે હર્ષ સહિત વધાવી લીધું. પિતાના હિત માટે કહેવાયેલું પોતાને ગમતું વચન કેણ સ્વીકારતું નથી ? પછી પુત્રએ નિર્જન અરણ્યમાં એક સરોવરને કિનારે પશુઓના હુમલા ન થાય તે સ્થાને એક ઝુંપડું બાંધી આપી તેને ત્યાં રાખે. હવે પંકપ્રિય વનમાં રહીને કઈ પણ જાતના ઉપદ્રવ સિવાય સુખસમાધિમાં દિવસે પસાર કરવા લાગ્યું. ત્યાં તેની ઈર્ષાની જવાળાને ચેતવાને સંભવન હોવાથી તે આનંદથી રહી શકતા હતા. એકદા તે શહેરને રાજા શિકારને શોખીન હોવાથી નગરમાંથી મેટા રસાલા સહિત ગીચ વનમાં મૃગયા ખેલવાને માટે નીકળી પડ્યો. વનમાં એક હરણ હરણનું જોડું દેખી તેને મારવા તેણે ડો દેડા. દોડતા ઘડાને જોઈને તે જે ચેતી ગયું. એટલે તેણે ઉતાવળે નાસવા માંડ્યું. રાજાએ તેની પાછળ દોડતાં ઘણે રતે કાપી નાખ્યો. પેલું જેડલું તે કઈ પહાડની ખીણમાં થઈને અદશ્ય થઈ ગયું. નિષ્ફળ થયેલે રાજા જંગલમાં રખડતાં રખડતાં સૂર્યના તાપથી તર થતા શ્રમથી ભૂખ્યો થયેલ હોવાથી ક્ષુધાતૃષાથી પિડાતે અચાનક સરેવરના કિનારે પેલા ઝુંપડા પાસે આવી પહોંચે.