________________ ધન્યકુમાર ચરિત્ર. ઈર્ષ્યા ઉપર પંકપ્રિયની કથા. જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અધ્યા નામની નગરી હતી. તે પિતાના નામ પ્રમાણે શત્રુથી જીતી ન શકાય તેવી હતી. ત્યાં ઈવાકુવંશને જિતારી નામે રાજા રાજ્ય કરતા હતા. તે શહેરમાં પંકપ્રિય નામને એક ઉદાર, સર્વ માણસમાં શ્રેષ્ઠ અને પૈસાવાળે પરંતુ જરા વાંકી પ્રકૃતિને કુંભાર રહેતા હતા. તે ઈર્ષ્યાળુ હેવાથી બીજાના ગુણ સાંભળી શક્તિ નહિ. જેમ ખારાશથી સમુદ્રના અને કલંકથી ચંદ્રના ગુણે દુષિત થાય છે, તેમ આ એકજ દેષથી તેના બધા ગુણ દુષિત થતા હતા, (ઢંકાઈ જતા હતા.) જો કેઇના ઉત્કર્ષ અથવા અભ્યદયની વાત ભૂલેચૂકે તેના કાને આવતી તે ઉપાય ન થઈ શકે તેવી માથાની વેદના તેને થઈ આવતી. સગાંવહાલાં અથવા પારકા માણસેના ગુણ ગાતાં કઈ માણસને અટકાવવાની શક્તિ પિતાનામાં ન હોય તે પછી તે ઇર્ષાથી પિતાનું જ ભાથું કુટવા મંડી જતા. વળી પિતાને ઘરે થયેલ લગ્નસવ વિગેરેમાં કાંઈ વઘારે ન કર્યું હોય, છતાં પિતાનું સારૂં લાવવા બમણું તમણું વધારીને બોલવાની તેને ટેવ પડી હતી. શાસ્ત્રને અભ્યાસ ન કરેલ સંસારી માણસની આ તે પરંપરથી ઉતરી આવેલી ખેડ છે, કે તેઓ પોતાની વાતે વધારી વધારીને જ કહે છે. હવે કોપથી માથું કુટતા તે લોભીના કપાળમાં જખમની એક મેટી લાઈન પડી ગઈ હતી. તે ઈષ્યરૂપી વિષવલ્લીની કેમ જાણે પાંદડીઓ હોય તેવી લાગતી હતી ! આ પ્રમાણે ભાગ્યહીન માણસને કોપ પિતાજ ઘાત ક બને છે. તેનું કલ્યાણ ઇચ્છનારા તેના પુત્રેાએ વારંવાર યુક્તિપૂર્વક સમજાવ્યા છતાં તે લેભી પિતાની ખેડ છાડતે નહિ. જેઓ